________________ 153 અશક્ય કાર્ય? તેને કેવી રીતે સત્યારે? વકીલનાં વચનમાં કૃત્ય અને અકૃત્ય બંને હેય છે, પરંતુ ગુરુજન પિતે જ જયારે અકૃત્યને આદેશ આપે ત્યારે શિષ્ય માટે બીજો કો માર્ગ? મહારાજ, હું દૂતકાર્ય માટે દમયંતી પાસે એકલે કેવી રીતે જઈ શકીશ? અનેક રક્ષક વડે રક્ષાયેલા તેના ભવનમાં મારાથી પ્રવેશ કરવો શું સહજ છે? કદાચ હું બધા રક્ષકોને નાશ કરીને તેની પાસે પહોંચે છે તે મારાં વચને પર વિશ્વાસ કેવી રીતે મૂકશે ? હે ઈન્દ્ર, દમયંતી એ મને વરવાને મનથી નિશ્ચય કર્યો છે. મને જોઈને તે લજિત બની જશે અને આપને વરવાને કદી પણ વિચાર નહિ કરે. આ સ્થિતિમાં ભારે પ્રેમનિષ્ફળ જશે, અને આપનું કાર્ય પણ નિષ્ફળ બનશે, એટલે મારી આપને વિનંતિ છે કે આપ બરાબર પરિણામ આવે એમ દેખાય છે. વરુણદેવે તરત કહ્યું : “હે રાજન, કન્યાઓ તો સેંકડે પુરુષનું નિરીક્ષણ કરતી હોય છે...તું એક શ્રેષ્ઠ દેવભક્ત છે અને તારું સર્વસ દેવને અર્પણ કરવામાં તું કર્તવ્ય માને છે...વળી, તું પ્રભાવશાળી છે. તારી વાણુ સામાના હૃદયને સ્પર્શ કરે એવી સુંદર છે અને તું જિતેન્દ્રિય છે. દમયંતી પાસે જવામાં તું જ વધારે યોગ્ય છે... એથી જ ઈન્દ્ર મહારાજાએ તને આ કાર્ય માટે વિનંતી કરી છે.” અગ્નિદેવે કહ્યું: “રાજન, ઈન્દ્ર મહારાજાએ તારા સિવાય અન્ય કેઈને યાચના કરી નથી ..તું જ એમની નજરે સર્વશ્રેષ્ઠ જણાય છે. અને તારામાં એ શક્તિ પણ છે કે તું તને પોતાને અતિપ્રિય થઈ પડેલી એવી દમયંતી પ્રત્યેને મેહ અવશ્ય દૂર કરી શકીશ ..હે નળ, તું એક વાર તને પ્રાપ્ત થનારી કીર્તિનો તે વિચાર કરી છે. તારી કીતિ કલ્પાંત કાળ પર્યત રહેવાની છે. તું મનમાં જરા યે ક્ષોભ ન રાખીશ. દૂત તરીકે કાર્ય બજાવવા છતાં પણ જે અમારું કામ સિહ નહિ થાય તે કર્તવ્ય બજાવનાર એવા તને કેણ દેષ દઈ શકે?”