________________ અશકય કાર્ય ? 151 સિદ્ધિ અર્થે જ તારી પાસે આવ્યા છીએ. જે તું એ કાર્યને સ્વીકાર કરે તો અમે એ કાર્યને ભાર તારા પર મૂકવા માગીએ છીએ. કારણ કે તારા જેવા સુયોગ્ય સિવાય અન્ય કેઈથી એ કામ થવું શક્ય નથી.” ઈન્દ્રના આ શબ્દો સાંભળીને નળના મનમાં પ્રમોદ તે થયો પણ સાથે સાથે વિચાર આવ્યો કે, “આ કપલે માટે કોઈ કાર્ય અશક્ય નથી તો પછી એ કામ મારાથી કેવી રીતે શક્ય બની શકે કાર્ય કયા પ્રકારનું છે તે જાણ્યા વગર ના..ના..ના. કાર્ય જાણ્યા પછી તે સહું કરવા તૈયાર થાય છે. મુખઓ પણ કરી શકે છે. કહ્યા વગરના કાર્યને સ્વીકાર કરવામાં જ શોભા છે. લેપાલેનું કાર્ય ગમે તે હોય...તે જાણ્યા વગરનું કાર્ય કરતાં કદાચ, ધન રાજ્ય કે જીવનને ભેગ આપવો પડે તે પણ શું ? દમયંતીનો પ્રશ્ન તો નહિ હોય ને ? મનથી તેને હું મારી બનાવી ચૂક્યો છું. લેકપાલો મારી પાસે માગણી કરે તે આ એક જ વસ્તુ હું આપી શકું એમ નથી. પરંતુ આવી બેહૂદી માગણી આવા મહાપુરુષો કદી કરી શકે નહિ. માનવી કીતિ મેળવવા ખાતર જીવનને પણ જોખમમાં મૂકીને પ્રયત્ન કરતો હોય છેતે પછી પ્રાણથી પણ અધિક એવી કીતિને મારાથી નાશ કેમ કરી શકાય બરાબર છે. એમની ઈચ્છા પૂરી કરવી એ જ મારું કર્તવ્ય છે.” આમ વિચારી નળે પ્રસન્નભાવે અને મધુર વાણુ વડે કહ્યું, “કૃપાનાથ, મનમાં કોઈ પ્રકારનો સંશય રાખ્યા વગર આપની ઈચ્છામાં આવે તે કાર્યની જવાબદારી આપ અવશ્ય મને સોંપી. શકે છો. આપ મને આજ્ઞા કરો..ધન, રાજ્ય કે પ્રાણના ભોગે પણ હું આપનું કાર્ય અવશ્ય કરીશ.” નળના આ શબ્દો સાંભળીને અન્ય દેવોનાં ચિત્ત અતિ પ્રસન્ન બની ગયાં. સહુના હૈયામાં “સાધુ, સાધુ” શબ્દ ગુંજી ઊઠ્યો