________________ 150 નિષધપતિ અશ્વ પરથી એકદમ નીચે ઊતરી ગયો અને હર્ષભેર સામે દેડો ઈન્દ્ર પાસે પહોંચતાં જ અંજલિબદ્ધ બનીને નળે કહ્યું: “મહારાજ આપનાં દર્શનથી હું ધન્ય બન્ય.... આપના આ સેવકને કોઈ પણ કાર્ય માટે આજ્ઞા કરે.” નિષધનાથનો આ વિનય નજરે નિહાળવા છતાં ઈન્ડે પિતાના ફૂટ વિચારને ત્યાગ કર્યો નહિ. કારણ કે માગનારા કદી પોતાના દેષ નિહાળનારા નથી હોતા. ઇન્દ્ર સમજાતે હતો કે, નળ રૂપવાન અને તેજસ્વી છે. માનવામાં તે શું દેવલેકમાં પણ આ સુદર્શન પુરુષ મળ દુર્લભ છે. આમ હોવા છતાં ઈન્ડે પિતાના સ્વાર્થને વિચાર અળગો ન કર્યો અને તેણે મનમાં ગોઠવેલી બંધાઈભરી જના જતી ન કરી. એક જ સુંદરી પર આકાયેલા બે પુરુષમાં શું ઈર્ષાને અગ્નિ ઊભરાતો હશે? અન્યને ઉત્કર્ષ સહવો એ સજજને માટે પણ ભારે કઠિન હેાય છે. ઈન્દ્ર નવજવાન નળને આદરભર્યો સત્કાર કર્યો અને ખૂબ જ સુંદર વચો વડે તેની પ્રશંસા કરી. ખરેખર, હૈયામાં જે હોય તે ન દેખા ખાતર દેવને પણ અભિનય કરવો પડે છે ! ઈ મધુર સ્વરે કહ્યું: “રાજન, તારા ગુણની અને બાહુબળની પ્રશંસા અમે સ્વર્ગમાં પણ સારી રીતે સાંભળી છે. ગાંધર્વે અને ચારણ મુનિએ દ્વારા તારી ગુણગાથા સાંભળીને અમે પણ ખૂબ જ હર્ષિત થયા હતા તારા જેવા ગુણવાન પુરુષથી આ પૃથ્વી શેભી રહે છે.” “મહારાજ, હું તો આપને દાસાનુદાસ છું...આપ સમર્થ છે એટલે મારા અંગે આવી..” વચ્ચે જ ઈન્દ્ર કહ્યું: “નહિ રાજન, અમે જે જોયું જાણું છે. તે જ કહ્યું છે... અને એથી જ અમારા એક કાર્ય નિમિત્તે તારી પાસે આવ્યા છીએ જે, આ છે વરુણ ! આ છે તેજસ્વી અગ્નિદેવ ! અને આ છે મહાબલી યમરાજ... અમે ચારેય એક મહત્વના કાર્યની.