________________ 148 નિષધપતિ થયે થતશીલ મંત્રીએ સ્થળનો પરિચય આપતાં કહ્યું, “મહારાજ,દેવાસ વૃક્ષની સીધી ડાળીઓ પર બેઠેલાં શાખામૃમ અને વાનર કેટલા દર્શન છે ! ઉત્તમ ઔષધિઓ, ઉત્તમ ખનીજો અને યુવર્ણ, રત્ન અદિથી. ભરપૂર ગણાતે આ વિંધ્યાચલને શ્રેષ્ઠ પ્રદેશ છે.” આ પ્રદેશનું વર્ણન સાંભળતાં સાંભળતાં નળની નજર એકાએક ચાર હસોથી ઘેરાયેલી એક ચક્રવાકી તરફ ગઈ અને તે બોલી ઊઠ્યાઃ “અરે શ્રુતશીલ, આ તરફ નજર તે કર..! હંસ માટે ચક્રવાકી યોગ્ય ન હોવા છતાં આ હંસ પરાઈ પત્ની ચક્રવાકીની કેમ આશા રાખી. રહ્યા છે? જેમ કુદિની સૂર્યનાં કિરણો તરફ અનુરાગ શખવતી નથી તેમ આ ચક્રવાકી પણ ચારે હંસો પ્રત્યે જરાયે પ્રેમ દાખવતી નથી. મંત્રીવર, તું બરાબર જે.. અરણ્યમાં રુદન સમાન, ગગન, મંડળમાં છુપાવેલ વસ્તુ માફક, રાખમાં હેમ કરવા જેવું અથવા ત્યાગી જન પ્રત્યે પ્રીતિ રાખવા જેવું અને મોરનાં પીંછાં જેવા એક તરી સુંદર એવા અઘટિત અને અનુચિત સ્નેહને ધિક્કાર છે કારણ સિવાય કોઈ પણ વ્યક્તિ વિજાતિય પ્રત્યે આસકત બનતી નથી...! આ દશ્ય જોઈને મને તે શુભ શુકનને ખ્યાલ આવે છે અને મને થાય છે કે મારું કાર્ય જરૂર સિદ્ધ થશે. સાથોસાથ, સ્વયંવર પ્રસંગે કોઈ પણ નવાઈ પમાડનારી ઘટના બને એમ સમજાય છે.” આ રીતે, મિત્ર સમાન મહામંત્રી સાથે વાત કરતે કરતે નળ કંડિનપુર તરફ જઈ રહ્યો હતો અને એ વખતે આકાશ માર્ગેથી આવી રહેલા ઈદ્રાદિ દેવોની નજર નળના રસાલા પર પડી, અને નળને જોતાં જ બધા દેવોનાં વિમાને સ્થભિત બની ગયાં. સહુના મનમાં પ્રશ્ન થયો? એક માનવ જાતિના પુરુષનું આવું રૂપ! બધા દેવો નળ સામે સ્થિર નજરે નિહાળી રહ્યા. જેના રૂપગુણની વાત સાંભળી છે તે આ નવજવાન નળ ભૂપાળ પોતે જ છે. દરેક દેવના મનમાં થયું. ઈન્દ્ર, વરુણ, યમ અને અગ્નિ દમયંતીને