________________ 146 નિષધપતિ યૌવના પોતાના કંઠમાં કંઈ આશાએ વરમાળા આપશે એ પ્રશ્ન કઈ રાજાના હૈયામાં જાગતા જ નહોતે..કયાંથી જાગે ? જે કંઈ દેવશક્તિ સંસારમાં ચિર યૌવનને ઉપહાર દેવા આવી ચડે તે સહુથી પહેલાં પહોંચવાને પુરુષાર્થ વૃદ્ધો જ કરે પડતા આખડતા ને ધક્કામુક્કી કરતા તેઓ જ આગલી હરોળમાં પહોંચવાની પેરવી કરે.. કાણુક કે માનવી વૃદ્ધ બને મન કયાં વૃધ્ધ બને છે, ! નાનાં મેટાં રાજ્યના રાજાઓ વિદર્ભ દેશની રાજધાની તરફ પિતાના મિત્રો, રક્ષક અને દાસીઓનાં દળ સાથે પ્રસ્થાન કરવા માંડયા. નિષધપતિ નળ પણ પ્રિયતમાને નિહાળવા અને પ્રાપ્ત કરવાની અને સ્વર્ગમાં મુનિવર શ્રી નારદજી પહોંચી ગયા અને ઇન્દ્ર સમક્ષ દેવેને પણ દુર્લભ એવી રાજકન્યા દમયંતીના રૂપની અને સ્વયંવરની તૈયારીની વાત કહી. વાત સાંભળીને ઈન્દ્ર એક નિશ્વાસ નાખો. નારદજીએ કહ્યું: “વજી જેવા મહાન શસ્ત્રના સ્વામી અને સ્વર્ગની અપાર સંપત્તિના ભોક્તા હે ઈન્દ્ર, પૃથ્વી પીઠ પર તે આજે વિરાટ મેળે જામી પડે છે. ભારતવર્ષને કોઈ માર્ગ એવો નથી કે, જે માર્ગેથી દમયંતીના સ્વયંવરમાં ભાગ લેવા કોઈ ન જતું હોય ! વૃદ્ધો, પ્રૌઢ, જુવાન, કવિઓ, કલાકારો અને વ્યાપારીઓ રાજા ભીમની કન્યાના યંવર ઉત્સવનાં દર્શન કરવા જઈ રહ્યા છે. વૃત્રાસુરને વધ કરનારા હે મહાબાહુ, તું પૃથ્વીપીઠ નજર તે કરી જે..માત્ર પૃથ્વી પર નહિ પણ, ત્રણેય લેકમાં એક પણ કન્યા એવી નથી કે જે દમયંતીની હરોળમાં ઊભી રહી શકે. મેં કઈ પણ દેવાંગનામાં દમયંતી જેવું રૂપ નિહાળ્યું નથી. આ મહાન ઉત્સવ નિહાળવાને યોગ ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છેઆ રીતે ઈન્દ્રના હૃદયમાં એક આ શાની ચિનગારી વેરીને મહામુનિ નારદજી ઈન્દ્ર ભવનમાં ચાલ્યા ગયા.