________________ સ્વયંવ૨નું નિમંત્રણ સ્વયંવરની વાતથી ભાખી રાજસભા હર્ષિત બની ગઈ હતી અને મહામંત્રીએ જ્યારે નિમંત્રણ પત્ર વાંચ્યું ત્યારે આખી રાજસભા આનંદમાં મગ્ન બની ગઈ. બે દિવસ દેવવ્રતને રોકીને ત્રીજે દિવસે ઉત્તમ પ્રકારનો સરપાવ આપીને નળરાજાએ તેને વિદાય આપી. આ તરફ નળરાજાએ પણ સ્વયંવરમાં જવાની તૈયારી શરૂ કરી. દેવવ્રત ઘણા જ હર્ષ સાથે કુંડિનપુર પહોંચી ગયા. અને તેણે રાજકન્યાને ગૂઢ અર્થવાળો સંદેશ મોકલ્યાઃ “ઉત્તર દિશાના સઘળા રાજાઓને તથા નળ મહારાજાને કુંઠિનપુર આવવાની ઉત્કંઠાવાળા બનાવવા જતાં મને સુવર્ણની એક શંખલા પ્રાપ્ત થઈ છે.' દમયંતી સમજી ગઈ...નળ અવશ્ય આવશે ને મળશે. તેનું હૃદય પ્રસન્ન બની ગયું. દેવવ્રતે મહારાજા ભીમને પણ પોતાના પ્રવાસની વાત જણાવી. પ્રકરણ 16 મું : : અશકય કાર્ય ? સમગ્ર રાષ્ટ્રના નાના મોટા રાજાઓ વિદર્ભનાથની કન્યા દમયંતીના સ્વયંવરમાં ભાગ લેવા માટે ઝડપી તૈયારીઓ કરવા માંડયા. સંસારની શ્રેષ્ઠ સુંદરી પ્રાપ્ત કરવાનું મન કોને ન થાય! અને દમયંતીનાં રૂ૫-ગુણની વાત તે લગભગ ઘરઘરની બની ગઈ હતી. યૌવનને સામે કિનારે પહોંચેલા રાજાઓના મનમાં પણ દમયંતી પ્રાપ્ત થશે એવી આશાની એક રંગાળી ખીલી ઊઠેલી. ખરેખર, માનવી વૃદ્ધ બને છે પણ મન વૃધ્ધ બનતું નથી. એક રૂપવતી નવ૧૦