________________ નિષધપતિ આવવાને ક્રમ જાળવી રાખ્યો હતો. મહારાજા નળના આગમન પછી રાજસભાના કાર્યને પ્રારંભ. થયો. સ્વસ્તિ વાચન, આશીર્વાદ, ચારણનાં ગીત, વગેરે પતી ગયા પછી રાજસભાના નિયમ પ્રમાણે અન્ય રાજ્યના દૂતોને સાંભળવામાં આવતા. આજ વિદર્ભને દૂત દેવવ્રત આવ્યો હતો. તે શાંત, કરેલ, વૃદ્ધ, બુદ્ધિમાન, જ્ઞાની અને વતા હતા. તેણે ઊભા થઈ રાજ્ય તરફથી મોકલવામાં આવેલી ભેટ મહારાજ નળનાં ચરણમાં ધરી. એ ભેટમાં પાંચ રને હતાં અને તે ઘણાં તેજસ્વી હતાં. નળની પાછળ ઊભેલી એક પ્રતિહારિણીએ ભેટ સ્વીકાર દર્શાવ્યો. દેવવ્રતે પાંચ કલેકે કહીને આશીર્વાદ આપ્યા અને સુવર્ણની એક ભૂંગળી....જેમાં દમયંતીના સ્વયંવર અંગેનું નિમંત્રણ પત્ર હતું તે મહારાજ નળના હાથમાં મૂકીને કહ્યું; “જેમનાં યશગાન સ્વર્ગના દે પણ ગાતા હોય છે, પુણ્યક નિષધપતિ મહારાજ નળને જય થાઓ! કૃપાનાથ, વિદર્ભ દેશના મહારાજા ભીમદેવે પિતાની સર્વશ્રેષ્ઠ કન્યાના સ્વયંવરમાં પધારવાનું આપને નિમંત્રણ પાઠવ્યું છે. હે પૃથ્વીપતિ ! તાલ અને હિતાલનાં વૃક્ષોથી રળિયામણું બનેલા અને મયૂરોના સમૂહથી કલાત્મક થયેલા કુંડિનપુરના પાદરને આપ જરૂર ભાવજે. હે સ્વામી! અમારા રાજકન્યા દમયંતી રૂપ, ગુણ અને જ્ઞાનમાં અજોડ છે... આપ શ્રીમાન આ૫ની ચતુરંગી સેના સાથે અવશ્ય પધારવાની કૃપા કરજે..કારણ કે કુંઠિનપુરનાં નરનાર આપને નીરખવા માટે અને આપના સત્કાર માટે ખૂબ જ આતુર બનેલાં છે.” નળરાજાએ પિતાના મંત્રીને સંકેત કર્યો. તુરત મૃતશીલ બેલ્યોઃ “હે આદરણીય દત, જન્મથી જેના ભાલમાં તિલક છે તે રાજકન્યા દમયંતીના રૂપગુણ અંગે અમે પણ સાંભળ્યું છે. રવયંવર મહેસવમાં એ ત્રિલેય મેહની રાજકયા દમયંતીને પ્રાપ્ત કરવાની આશા સાથે. નિષધપતિ અવશ્ય પિતાની સેના સાથે પધારશે.”