________________ નિષધપતિ ના. મારે જ મારા મનની દુર્બળતા દૂર કરવી જોઈએ. દમયંતીને સ્વર્ગમાં અપાર સુખ, સમૃદ્ધિ ને વિલાસ પ્રાપ્ત થવાને પૂરો સંભવ છે . દમયંતી ઈન્દ્રને પસંદ કરશે તે તેનાં કુટુંબીજને પણ ભારે હર્ષ અનુભવશે નહિ, મારા સ્વાર્થ ખાતર મારે કર્તવ્યથી ચલિત ન થવું જોઈએ મનમાં અને કવનમાં જેને વિરોધ હોય છે તે દંભી અને કપટી જ ગણાય છે. આ દેષ વહેરીને જીવતરને કલંકિત કરવા કરતાં દમયંતી ભલે કપાલની બને. આવા વિચારે વચ્ચે નળ પોતાના તંબુમાં વિશ્રામ લેતે એક ગાદી પર આડે પડખે પડયો હતો. બે પ્રતિહારિણીઓ વાયું વીતી ઊભી હતી, એ જ વખતે મહા પ્રતિહારે તંબુમાં પ્રવેશ કરીને મધુર સ્વરે કહ્યું: “કૃપાનાથને જય થાઓ ! કુંડિનપુરના એક મંત્રી આર્ય પુષ્કરાક્ષ આપને મળવા પધાર્યા છે.' આ શબ્દો સાંભળતાં જ નળ બેઠો થઈ ગયો અને મહા પ્રતિહાર સાથે તંબુની બહાર ગયે. કામદેવના અવતાર સમા નળને જોતાં જ પુખરાશે બે હાથ જોડીને મસ્તક નમાવતાં કહ્યું : “શ્રીમાન નિષધપતિને સદાય જય થાઓ !" નળે ખૂબ જ આદર સહિત મંત્રીને સત્કાર કર્યો અને તંબુમાં દાખલ થઈ મંત્રીને એક આસન પર બેસાડતાં કહ્યું : “વિદર્ભપતિ મહારાજ ભીમ કુશળ છે ને ?" ભકિતભાવ ભર્યા સ્વરે પુષ્કરણે કહ્યું, “કૃપાનાથ, કુંડિનપુરના સ્વામી ભીમરાજ કુશળ છે. આપના આગમનથી સહુના હર્ષમાં વૃદ્ધિ થશે. મહારાજ, હું રાજકન્યા દમયંતીના કહેવાથી આપને મળવા આવ્યો છું.' નળનાં નયને હર્ષિત બની ગયાં. પુષ્પરાણે કહ્યું: “અમારાં રાજકન્યા કુશળ છે.. આપ શ્રીમાને