________________ સવયંવરનું નિમંત્રણ 143 કેટલાક સેવકો અને મંત્રીઓ પણ ઊભા હતા. દેવવ્રતના મનમાં થયું, જરૂર, આ પિતે જ મહારાજ નળ લાગે છે. એનાં રૂપ અને તેનાં જે વર્ણન સાંભળ્યાં છે તે કરતાં પણ આ નવજવાન ઘણું જ સુંદર અને તેજોમય લાગે છે. દેવવ્રત સ્થિર નજરે નવજવાન ધનુર્ધારી તરફ જોઈ રહ્યો.... વાહ રે વિધાતા ! પુરુષમાં આવું તેજ અને રૂ૫ કદી જોયું નથી. સ્ત્રીઓમાં વિધાતાને પક્ષપાત હોય છે... પરંતુ આ પુરુષ તે અપૂર્વ છે ! જરૂર, આ નળરાજા જ છે....ઘણું રાજાઓ, રાજકુમાર અને યુવરાજેને જોયા છે પરંતુ કયાંય આંખ કરી નથી. રાજકન્યા દમયંતી માટે આ નળરાજા દરેક દષ્ટિએ એગ્ય લાગે છે. દેવવ્રત આમ વિચાર કરતો ઊભો...અને ધનુર્વિદ્યાની આવૃત્તિ પૂરી થઈ. સેવકોએ મહારાજા નળને જયનાદ ગજવ્યો. દેવવ્રતને ખાતરી થઈ કે આ નવજવાન પોતે જ નળ છે. નળ રાજા અને તેની સાથેના માણસ થોડે દૂર ઊભેલા રથમાં બેસવા માંડયા. દેવવ્રત પણ પિતાના સેવક સાથે નગરી તરફ વિદાય થયો. તે વિદર્ભ દેશનો દૂત હતો એટલે રાજ્યના અતિથિગૃહમાં તેને ઘણું જ આદર સહિત સત્કાર કરવામાં આવ્યો. આતથિગૃહના નિયામકે વિદર્ભ દેશના દૂતના આગમનના સમાચાર મહામંત્રીને તરત મોકલી આપ્યા. વસ્ત્ર પરિવર્તન કરીને દેવવ્રત પિતાના સેવાક સાથે રાજસભામાં જવા વિદાય થયો. મહારાજ નળની રાજસભા ઈન્દ્રના દરબાર જેવી જ શોભતી હતી. હંસના એકાએક ચાલ્યા જવાથી અને દમયંતીના સ્મરણથી નળનું ચિત્ત ભારે વેદના સહી રહ્યું હતું...આમ છતાં તેણે રાજસભામાં