________________ સ્વયંવરનું નિમંત્રણ 14. રાજાના આ વિચારમાં સહમત થયા. રાજપુરોહિતે એ જ વખતે સ્વયંવરની કુમકુમ પત્રિકા મેકલ વાનું અને યંવરના મંડપનું ખાતમુહૂર્ત કરવાનું શુભ મુહૂર્ત શોધી આપ્યું. પાંચમે દિવસે બંને મુહૂર્તી હેવાથી રાજભવનના પાછળના ભાગમાં આવેલા એક મેદાનમાં મંડપ નિર્માણનું વિધિવત્ સ્થાપન કર્યું અને રાજપુરોહિતે સ્વયંવરની કુમકુમ પત્રિકાને એક મુસદ્દો કરી આપો. સ્વયંવરનું નિમંત્રણ પાઠવવા સંખ્યાબંધ દૂતોને તૈયાર કરવામાં આવ્યા અને એક શુભ દિવસે સઘળા દૂતોએ ગૌડ, ચૌલ, કર્ણાટક, લાટ, દ્રવિડ, ચેદી, અંગ, બંગ કલિંગ, તિલંગ, વગેરે દેશ તરફ પ્રયાણ કર્યું. - ઉત્તરના રાજાઓને નિમંત્રણ આપવા દેવવ્રત નામના વૃદ્ધ દૂતને પસંદ કર્યો હતો.તેની નીચે બીજા સાઠ દૂતો રહેવાના હતા. આ ખબર દમયંતીને પડતાં તેણે પિતાની સખી સાથે કહેવરાવ્યું: પૂજ્યશ્રી, ઉત્તર દિશાના બધા રાજાઓને આમંત્રિત કરવામાં આવે એક કાળજી અવશ્ય રાખવાની છે. નિષધનાથ મહારાજા નળ સ્વયં. વરમાં ભાગ લેવા સત્વર આવે એ રીતે આપે પ્રયત્ન કરવાનું છે.' દેવવ્રત દૂતે ઉત્તરમાં કહેવરાવ્યું; “રાજકુમારીઝ, આપ નિશ્ચિત રહેજે...નિષધપતિને નિમંત્રણ આપવા અન્ય કોઈ દૂતને ન મેકલતાં હું પિતે જ જઈશ.” દેવવ્રતના ઉત્તરથી દમયંતીને સંતોષ થયો. તેના મનમાં એક ભય ઊભો થયો હતે. હંસની વાત સાંભળ્યા પછી અને હંસે દોરેલી નળરાજાની આકૃતિ જોયા પછી પોતે નળને સ્વયંવર પહેલાં જ માલાદાન કર્યું હતું. આમ, પિતે મનથી નળને વરી ચૂકી હતી.