________________ 40 નિષધપતિ વડીલ પુરુષોને પિતાના ભવ્ય અને વિશાળ બેઠક ખંડમાં એકત્ર કરીને સ્વસ્થ ભાવે કહ્યું : “આજે મેં આપને એક મહત્ત્વના કાર્ય નિમિત્ત બેલાવ્યા છે. આપ સહુ જાણે છે કે રાજકન્યા દમયંતી નવયૌવનમાં પ્રવેશી છે. કન્યા ગમે તેટલી પ્રિય હોય તે પણ તે પરાયું ધન છે. કારણ કે એના જીવનને આ સથવારા શરૂ થતું હોય છે. આવા સાંસ્કૃતિક આચારનું રાય કે રંક દરેકે પાલન કરવું જ પડે છે. આપ સહુ સહમત થાઓ તો સ્વયંવરની તૈયારી કરીએ.” રાજપુરોહિતે ઊભા થઈને તરત કહ્યું: “રાજરાજેશ્વરને જય થાઓ ! આપને વિચાર ધર્મદ્રષ્ટિએ ઉત્તમ છે. સ્વયંવર રચવાથી રાજકન્યા પિતાને અનુકૂળ એવા પતિની વરણી કરી શકશે અને એમ થતાં એનું જીવન ધન્ય બની જશે. વળી, આપના મહાન વંશમાં સ્વયંવરની પ્રથા ચાલી જ આવે છે.” મહામંત્રીએ કહ્યું, “સ્વયંવરને પ્રસંગ ઊભું કરવાથી આપણું રાજ્યની પણ શોભા વધશે. કુળધર્મને અને ક્ષરી ધર્મને શોભે એવો જ આ વિચાર છે.” બીજા એક મંત્રીએ કહ્યું, “સ્વયંવરના વિવિધ પ્રકાર હોય છે. આપે કર્યો પ્રકાર પસંદ કર્યો છે, કૃપાનાથ?” “મને તો પ્રચલિત પ્રથા જ સર્વોત્તમ લાગે છે. આપણે રાષ્ટ્રના નાના મોટા રાજાઓ ને યુવરાજોને નિમંત્રણ આપીએ. રાજકન્યા એ બધામાંથી સુગ્ય જીવનસાથીની પસંદગી કરી લે કઈ પ્રકારની હાય, શરત કે મુકાબલાની પ્રથા રાખવામાં કલહ થવાનો સંભવ રહે છે અને સમય પણ ઘણે વીતી જાય છે...વળી, એમ કરવા જતાં કઈ વાર અણગમતા પાત્રને સ્વીકાર કરવો પડે છે. આવો કોઈ દેવ ન થાય એટલા ખાતર પ્રચલિત રીત જ મને ઉત્તમ લાગે છે. બધા મંત્રીઓ, રાજપુરોહિત અને પરિવારના વડીલે મહા