________________ 138 * નિષધપતિ ખાતર તર્થયાત્રામાં કેટલાક સમય પસાર કરવો જોઈએ. તેથયાત્રાને વિચાર સાંભળીને બધા હસો ઉલ્લાસમાં આવી ગયા હતા. કારણ કે માનવનાં તર્થોને લાભ પુણ્ય વગર પામી શકાય નહીં. કુંડનપુરના રાજભવનમાં દમયંતીની દશા પણ ભારે વિચિત્ર બની ગઈ હતી. હંસની વિદાય પછી દમયંતીના ચિત્તમાં દિવસ ને રાત નળના જ વિચાર આવતા હતા. સ્ત્રી સ્વભાવે જ સહનશીલ અને દૌર્યના પ્રતીક સમી હોય છે. આમ છતાં દમયંતીને સંગીત વિનોદ, રમતગમત કે કશામય રસ પડત નહે. હસે દોરેલી નળની રેખાકૃતિ દમયંતીના હૈયામાં અંકિત બની ગઈ હતી અને તે અનેક કલ્પનાઓ વડે નળની આકૃતિને મનથી નિહાળ્યા કરતી અને મઢયા કરતી. મિલનની પ્રરછન્ન ઝંખના માનવીને વિવશ બનાવી દે છે અને એ વિવશતા એક અંગારા જેવી થઈ પડે છે. દમયંતીની સખીઓ હાસ્ય, વિનેદ અને મસ્તીની અનેક વાતો કરતી. પરંતુ દમયંતીનું મન જાણે સાવ બધિર બની ગયું હતું. તે કોઈ વાતમાં રસ લેતી નહતી. | માની દ્રષ્ટિ જેટલી પ્રેમાળ હોય છે, તેટલી વેધક પણ હોય છે. દમયંતમાં આવેલું આ પરિવર્તન જોઈને તેની માતા સમજી ગઈ કે પુત્રી નવયૌવના બની છે. એને બાલ્યકાળ વીતી ગયો છે. એના અંતરમાં પતિની ઝંખના જાગી છે. સહુથી પ્રથમ મહાદેવીએ દમયંતીની સMઓ મારફત મયંતીના મનમાં શું છે તે જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ દમયંતીએ મનની વાત સખે એને પણ ન કહી. અને પરિણામ વિપરીત આવ્યું સખીઓના પ્રશ્નથી તેનું મન વધારે મુંઝવણ અનુભવવા માંડયું અને