________________ જ વગર મને એવી ન સે દમ સ્વયંવરનું નિમંત્રણ 137 હઈશ. આવ, આ ગાદી પર મારી બાજુમાં બેસ હું તને આરામ લેવાનું કહી શકતો નથી. કારણ કે મારું મન તારી વાત સાંભળવા આતુર બન્યું છે. મનની આતુરતા એટલો ચંચળ હોય છે કે સામાને વિચાર કરવાનું સૂઝતું જ નથી. એથી તું મારા આ વિવેકહીન વર્તનને લક્ષમાં લીધા વગર મને વિગતથી વાત કહે.' હસે દમયંતી સાથે થયેલી સઘળી વાત કહી સંભળાવી અને નળની આકૃતિ પર દમયંતીએ કરેલું માલારોપણ પણ કહી સંભળાવ્યું. - ત્યાર પછી તેણે દમયંતીએ અર્પણ કરેલી માળા નળના હાથમાં મૂકતાં કહ્યું: “રાજન ! રાજા ભીમની સુકન્યા દમયંતી પણ આપના ગુણને જાણે છે...આપના શૌર્ય-યશની ઘણી વાત તેણે સાંભળી છે અને એ પરથી તે પણ અણદીઠયા આપને અંતરમાં સ્થાન આપી રહી છે. મહારાજ, આપ ખરેખર પુણ્યવંત છે. મને વિશ્વાસ છે કે આપ બંનેનું મિલન અવશ્ય થશે જ... પૂર્વના પુણ્યોદયના કારણે જ આપ એના મનમાં વસ્યા છે, તે આપના મનમાં વસેલ છે.' - હંસની આ વાત સાંભળીને નળનું હૈયું અધીર બન્યું...તેણે દમયંતીએ સમર્પિત કરેલે હાર પિતાના હૈયા પર ધ રણ કર્યો. પરંતુ વિરહરૂપી સમુદ્ર કિનારો હજી ક્યાંય દેખાતો નહોતો. જ્યાં સુધી મિલન ન દેખાય ત્યાં સુધી વિરહને દાવાનળ કરતો નથી. બાલચંદ્ર નળને ઉત્તમ શબ્દ વડે આશ્વાસન આપ્યું. ત્યાર પછી તે નળની રજા લઈને ઉપવન તરફ ઊડી ગયો. ચારછ દિવસ નળ પાસે રહીને એક દિવસે બાલચંદ્ર પિતાના સઘળા સાથીઓ સાથે તીર્થયાત્રા નિમિત્ત નળને કંઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયો. જે નળની રજા લેવા જાય તે નળ કોઈ પણ સંજોગોમાં રજા આપે નહિ...અને એમ થાય તો પોતે જે કાર્ય વડે દેવને આશ્ચર્યમાં ગરકાવ બનાવવા ઈચ્છે છે, તે કાર્ય પાર પડે નહિ, આથી આ વાત અન્ય કોઈને કાને ન પડવી જોઈએ અને એટલા