________________ 152 નિષધપતિ ઈ જોયું કે સાત્વિક શિરોમણિ નવજવાન નળ બરાબર વાજાળમાં સપડાઈ ગયા છે. પટના સાગર સમા ઈશ્વ મહારાજાએ પ્રસન્ન સ્વરે કહ્યું, " નળ, તારી પાસે મેં આવી જ આશા રાખી હતી. તું દરેક પ્રકારનું કષ્ટ સહેવામાં અને કાર્ય કરવામાં કુશળ છે એ વાત આજે અમે સત્યરૂપે જોઈ શકયા છીએ. રાજન, તારે કેવળ વાણીવિલાસ દ્વારા જ અમારું કાર્ય સાધવાનું છે. તું તે જાણે છે કે કુંઠિનપુરમાં રાજા ભીમની ત્રિલેય સુંદરી દમયંતીને સ્વયંવર થવાને છે. દમયંતી પણ સ્વયંવરમાં યોગ્ય પતિને વરવા આતુર છે. તારે એ કામ કરવાનું છે કે તું કુંબિનપર જા અને દમયંતીને સમજાવ કે તે અમારા ચારમાંથી ગમે તે એકને પસંદ કરે! હે નળ ! આમ કામપીડિત લેમ્પલેને તું દૂત બનીને જા.” તીર્ણ વા જેવું ઈન્દ્રનું આ વચન સાંભળીને નળરાજા કંપી ઊઠયો. તેના મનમાં થયું, ઈદ્ર રાજા ખરેખર કઈ પિશાચરૂપ બની ગયેલ છે. નળે કહ્યું : “મહારાજ, આપને પ્રણામ કરું છું ! આપે જે કાર્ય બતાવ્યું તે અંગે હું આપને કંઈક કહેવા માગું છું. આપ તે જાણો છો કે હંમેશ સવારે શ્રી જિનેશ્વર ભગવંતની પૂજાથી નિવૃત થઈને હું આપની આરાધના કરતો હતો અને આપની સમક્ષ માગણી કરતે કે, દમયંતી મને પ્રાપ્ત થાય! આજ આપે મારી પાસે તેની માગણી કરી છે. જેને પ્રાપ્ત કરવા માટે હું જઈ રહ્યો છું, તેને માટે હું આપનું દૂતકાય કેવી રીતે કરી શકીશ? આપના ભક્તો અને આરાધકોને કષ્ટ આપવાનું શિક્ષણ આપને કોણે આપ્યું ? આમ છતાં મેં આપનું કાર્ય બજાવવાનું કહ્યું છે એટલે મારા માટે અતિ પ્રિય એવી દમયંતીને મનમાંથી હું દૂર કરીશ. કારણ કે સ્વર્ગ શીલ પુરુષો વચન ખાતર પિતાના પ્રાણને પણ ત્યાગ કરે છે ! પામરજને પણ જેની નિંદા કરે એવું. સંબંધી દૂતકાર્ય હું કેવી રીતે કરી શકીશ? એ વનવાસી પણ ખીજડીનાં ફૂલને સુંઘતો નથી. તે નાગરિક