________________ 136 નિષધપતિ થડી જ પળે પછી સરખી સહિયાથી વીંટળાયેલી દમયંતી હંસે કરેલા નળને વર્ણનને મનમાં સ્મરણ કરતી કરતી રાજભવન તરફ વિદાઈ થઈ. મધ્યાહના સૂર્યથી જાણે દિશાઓ ઉણું બની ગઈ હતી. રાજા નળ પિતાના આરામગૃહમાં એકલો બેઠો હતો. ગૃહનું દ્વાર અટકાવેલું હતું સહુને એમ હતું કે, મહારાજ આરામ કરી રહ્યા છે...પરંતુ નળને નિદ્રા આવતી જ નહોતી, હંસ ત્યાં પહોંચી ગયો હશે કે નહિ? પહોંચીને તે દમયંતીને મ હશે કે નહિ? ત્યાં જઈને તરત આવે પણ કેવી રીતે ? ના...ના. આ તે સ્વર્ગને દેવહંસ છે..મનની ગતિએ ગમે ત્યાં થોડી પળોમાં જ જઈ શકે એવી એનામાં લબ્ધિ રહેલી છે. આવા વિચાર મનમાં ઘોળાતા હતા .. સામેને વિશાળ ઝરૂખ ખુલે હતું. તેમાંથી ઉષ્ણ વાયુની લહેરે કોઈ વાર ખંડમાં આવી જતી..પણ નળનું ધ્યાન તે હંસ અને દમયંતીના વિચારમાં જ મગ્ન બની ગયું હતું. એકાએક ઝરૂખામાં કંઈક સંચર થયે હેય એમ નળને લાગ્યું અને તેણે મીંચેલાં નયને ઝરૂખ તરફ ખેલ્યાં...આકાશ વાટેથી બાલચંદ્ર ઝરૂખામાં જ દાખલ થઈ રહ્યો હતો. નળ ચમા. આ સ્વપ્ન તે નહિ. હેય નેતે એકદમ ઊભું થઈ ગયું. અને આશ્ચર્યભરી નજરે બાલચંદ્ર સામે જોઈ રહ્યો. બાલચંદ્ર અંદર આવીને કહ્યું: “મહારાજ, આશ્ચર્ય પામવાનું કારણ નથી. આપના આશીર્વાદથી હું મારા કાર્યમાં સારી રીતે સફળ થયો છું.' પ્રિય બાલચંદ્ર-તું વિદર્ભમાં જઈ આવ્યા?” “હા મહારાજ. ત્રણે લેકમાં જે અજોડ છે તે રાજકુમારી દમયંતીને પણ મળે.' મિત્ર, આવા ઝડપી અને લાંબા પ્રવાસથી તું થાકી ગયો