________________ 14 નિષધપતિ કહું? તું ચતુર છે, પંડિત છે, બુદ્ધિવંત છે, એટલે મારે મનોભાવ સમજવામાં તને કઈ અંતરાય નહિ આવ્યો હોય. હે મને હર હંસ, મારો મને રથ તારા દ્વારા જ સિદ્ધ થાઓ ! મેં નળરાજા અંગે ઘણું સાંભળ્યું છે. હું નળરાજા માટે જ જીવન ધારણ કરી રહી છું. મારું સર્વસ્વ આ માળા દ્વારા મેં તેમનાં ચરણમાં સમર્પિત કર્યું છે. આ વાત કદી મિથ્યા નહિ બને, હું તને નમન કરું છું.” તારાથી જ મારે મને રથ તુપ્ત થશે એવી શ્રદ્ધા સાથે હું તને નમન કરું છું.' બાલચંદે ભાવભર્યા સ્વરે કહ્યું: “હે સૂવદના, તારે આ નિર્ણય જાણ્યા પછી મારું મન અતિ હર્ષિત બન્યું છે. હવે હું પણ એક વાત કરું છું. નળરાજાએ જ મને અહીં મોકલ્યો છે. હે ચપળા, મારા મિત્રની સ્થિતિ હું શબ્દોમાં કહી શકતું નથી. તારા મૃત્યુથી તેઓ મૃત્યુ પામશે અને તારા જિવિતથી અત્યારે તેઓ વિરહાગ્નિમાં પ્રજળી રહ્યા છે. તારા પ્રિય નળરાજા પણ ભાટ ચારણે, ભિક્ષાચ, વગેરે દ્વારા તારી વાત જાણીને તને જ ઝંખી રહ્યા છે. તારા વગરની એક એક પળ તેને યુગ સમાન થઈ પડી છે. સુમંગલા, તે મને રથ સાંભળીને નળના હૃદયમાં અવશ્ય નવચેતન પ્રગટશે. હું પણ તમારા બંનેના મિલનને મંગલ બનાવનારે લગ્ન સંબંધ સાધવામાં જરાયે વિલંબ નહિ કરું.” આ પ્રમાણે કહી દમયંતીને આશ્વાસન આપી બાલચંદ્ર ગગનમાર્ગે ઊડી ગયો. તેના સાથ એ પણ તેની પાછળ ગતિમાન બન્યા. દમયંતી હંસદૂતને નિહાળી રહી.