________________ હું સદૂત 13 ન શકાય, તેમ મહારાજ નળની ગુણના ગણને થવી શક્ય નથી. તે રૂપવતી, મેં આટલે પરિચય કેવળ તારા મનની ઈચ્છાને તૃપ્ત કરવા ખાતર જ આપ્યા છે. અને તે પણ એક અંશરૂપે...” દમયંતી પ્રસન્ન ને હંસ સામે જોઈ રહી. હંસે પુનઃ કહ્યું : હે શંખગ્રીવાવાળ, મને ઘણો સમય થઈ . હવે જવા માગું છું. કહે, હું તારું શું કલ્યાણ કરું?” “હે પક્ષીરાજ, આવા પુણ્યવાન પુરુષનું ચરિત્ર સાંભળતાં કોને તતિ થાય? આ ચરિત્ર તે વારંવાર સાંભળવું ગમે પણ તું મારું એક કાર્ય કર. જે તારાથી બની શકે તો મહારાજ નળની એક આકૃતિ મને આલેખી દે. દમયંતીએ કહ્યું. દેવી, હું એક પક્ષી છું. છતાં આ ધરતી પર કામદેવથી યે સુંદર એવા નળરાજાની આકૃતિ આલેખવાનો પ્રયત્ન કરું છું...કેવળ તારી કામના તૃપ્ત કરવા ખાતર.' આમ કહીને બાલચ કે પોતાના નખ વડે નળરાજાની હૂબહુ આકૃતિ એક રવરછ સ્થળે દોરી આપી - નળની આકૃતિ જોઈને દમયંતી મુગ્ધ બની ગઈ. તેનાં નયનમાં હર્ષાશ્ર ચમકી ઊઠયાં. તેણે પિતાના કંઠમાંથી એક રનહાર કાઢીને આકૃતિ રૂપી નળના કંઠમાં આરોપી દીધો અને મનથી કહ્યું: આપનો સદાય જય થાઓ ! જય થાઓ " | દમયંતી તરફ જોઈને હસે કહ્યું : “આ શું કર્યું?” હર્ષથી ભીના બનેલા સ્વરે દમયંતીએ શરમ સં કેચને ત્યાગ કરીને કહ્યું “પક્ષીરાજ, આ જોઈને તે આશ્ચર્ય પામવાનું કઈ કારણ નથી. આ હાર હવે તું ગ્રહણ કર. અને જેને આ હાર છે તેને સમર્પણ કરજે. હે સુંદર હંસ! તું કાર્યમાં સફળ થા. આ મારી ચેષ્ટા છે તેવું તું માનીશ નહિ...તું મુષાવાદી નહિ બને. પ્રિય હંસ હું તને કઈ રીતે કહું ? મારું મન અને મારી વાણું અભિન્ન છે. કલ્પાંત શાને પણ મારું વાકય મિથ્યા બનનાર નથી. હું તને વધારે શું