________________ હું સદૂન 11. રીતે કહેવી? મનની આ મૂંઝવણ મારે કેવી રીતે દૂર કરવી ? કે નળરાજ, તારે સદાયે જય થાઓ ! કારણ કે તારાં પક્ષીઓ મહામા કરતાં યે ચતુર અને બુદ્ધિમાન દેખાય છે. આ હંસ મારા ઉદ્યાનમાં શા માટે આવ્યો હશે? શું નળ રાજાએ પોતે જ મારી પાસે મેકલ્યો હશે ? ઓહ, મંદભાગ્યવાળી ! એવાં તારાં પુણ્ય ક્યાંથી હોય? અને નળરાજા પ્રત્યે મારા મનમાં ઊગેલે પ્રેમ તે ૩યાથી જાણે ? આવા વિચારમાં બેવાયેલી દમયંતીને મને જોઈ હંસે મધર સ્વરે કહ્યું: “કૃશોદરી, કોઈ પ્રકારનો સંશય રાખીને મને અન્યાયન કરીશ. તારે જે કઈ પૂછવું હોય તે વગર સંકોચે પૂજે.. વિચારમગ્ન દમયંતીના મનમાં થયું...એમ જ થાઓ, તેણે હંસ સામે જોયુ...બે પળ પછી તે મૃદુમંજુલ સ્વરે બોલી, હે સૌમ્ય સુંદર રાજહંસ! તારે દીર્ઘકાળ પર્યત જય થાઓ !તું શ્રેષ્ઠ ધનુર્ધારી મહારાજ નળને પક્ષી મિત્ર છે અને તારી વાણી પરથી તું પંડિત પણ લાગે છે. મારા મનમાં એક વાત જાણવાની તીવ્ર ઈચછા છે...તું મારા મનને શાંત કરી શકીશ ?" રાજકુમારી જે કંઈ જાણવા ઈચ્છતાં, હે તે મને પૂછે..હું યથાશય ઉત્તર અવશ્ય આપીશ.” હસદૂતે કહ્યું: હે પંડિત શ્રેષ્ઠ, સંસારમાં જેની કીર્તિ સૌમ્યગંધાની સૌરભ માફક વિસ્તરેલી છે તે તારા મિત્ર નળરાજાના વખાણ મેં ખૂબ સાંભળ્યાં છે. પરંતુ તેમની વિશેષ માહિતી મારી પાસે નથી. મહારાજા નળ કોણ છે, કેવા છે, તેની મને પૂરેપૂરી વાત કહે." - “હે મૃગનયના, જેનાં રૂપ, ગુણ અને શૌર્યનું વર્ણન સરસ્વતી સિવાય કઈ કરી શકે તેમ નથી. છતાં તારા મનના કૌતુકની શાંતિ ખાતર હું પ્રયત્ન કરી જોઉં... હું તને પૂરેપૂરા વૃત્તાંત ન સંભળાવી શકું તે મને ક્ષમા કરજે.' બાલચંકે મધુર સ્વરે કહ્યું.