________________ 30 નિષધપતિ પાત્ર મિત્ર છું. પ્રત્યેક દિશામાં બનતી હકીકતેને જાણનારે હું એક પક્ષીરાજ છું... રાજકુમારી, મારા જેવા અનેક હસે એમના મહા ઉદ્યાનમાં રહેલા છે. તેઓ પોતાની પાંખ વડે વાયુ વીંઝે છે. તે કેઈ કમલ પત્ર લાવીને તેની શય્યા નિર્માણ કરે છે. કેટલીક હંસીઓ તેની પ્રિયાને ગતિ વિલાસની રીત શીખવે છે. આ પંખીઓને કોઈને સંકેચ પણ હેય નહિ. રાજભવનની સ્ત્રીઓ રતિક્રીડાના પ્રસંગે પણ અમને બાજુમાં રાખે છે. પંખીઓથી કેણ શરમાય ? હે સુંદરી, દેવી સરસ્વતીએ પ્રસન્ન થઈને અમને રાજા નળની સેવામાં સેપ્યા છે. અમે હંસો સામાન્ય માનવ સામે નજર કરતા નથી અને મંદબુદ્ધિવાળા લેકે અમને જોઈ પણ શકતા નથી. હે ચતુરા, તું સંસારની સર્વ કુમારિકાઓ વચ્ચે મુકુટ મણિ સમાન છે...તું મહારાજા ભીમની કન્યા સામાન્ય વ્યક્તિ નથી. આકાશમાં ઊડતાં ઊડતાં મેં તને જોઈ અને હું તને મળવા નીચે ઊતર્યો... પરંતુ તે સરખીઓના છંદથી ઘેરાયેલી હતી એટલે તને આમ દૂર સુધી ખેંચી લાવ્યો છું...કારણ કે મારે તારી સાથે કેટલીક ઉચિત વાત કરવી છે હે મંગલકારિણી, તું સર્વ શાસ્ત્રોમાં પંડિતા છે તે હું જાણું છું. એટલે તું કઈ પણ સુભાષિત કહી શકે છે. અથવા જે કંઈ પૂછવું હોય તે સંકોચ વગર મને પૂછી શકે છે. તે કોમલાંગિની, તું મારી પાછળ પાછળ ખૂબ દોડી છે. ખરી રીતે મેં જ તને દોડાવીને શ્રમિત કરી છે તે તેના બદલામાં હું તારું શું પ્રિય કરું ?" હંસની આવી મધુર અને ભાવપૂર્ણ વાણી સાંભળીને દમયંતી ખૂબ જ પ્રભાવિત બની ગઈ. આશ્ચર્ય, હર્ષ, ઊર્મિ અને આનંદના ભાવો તેના હૈયામાં ઘૂમવા માંડયા. તેના મનમાં થયું, આજને દિવસ મારા માટે ધન્ય બની ગયો છે. આ ઉત્તમ પક્ષીરાજ મને અનાયાસે મળી ગયો; પણ મારે આ હંસને મારા મનની વાત કેવી