________________ 128 નિષધપતિ આ રમત જોઈ રહ્યો હતો. પરંતુ દમયંતીને જોઈ તે આશ્ચર્ય—મુગ્ધ બની ગયા. દમયંતીને તેણે જોઈ નહતી, માત્ર તેના રૂપની પ્રશંસા જ સાંભળી હતી. પણ આજ તેને પ્રતીતિ થઈ કે, આ રાજકન્યાનું રૂપ સાંભળ્યા કરતાં અનંતગણું છે. આ રૂપનું વર્ણન કરવા. માટે કવિઓ પાસે પણ શબ્દસંચય હે અશક્ય છે ! રમતમાં મળેલા વિજયથી દમયંતી હર્ષિત બની ગઈ હતી. પરંતુ રમત ઘણી લાંબી ચાલી હેવાથી તે કંઈક થાકી ગઈ હતી. બધી સખીઓ તેને ઘેરીને ઊભી રહી ગઈ હતી. એક સખીએ કહ્યું, “રાજકુમારીઝ, આપ થાકેલાં લાગે છે. થોડીવાર એક તરફ વિશ્રામ લે. અમે એક નવી રમત કરીએ છીએ...તે જોવામાં તમને આનંદ પડશે.” દમયંતી સંમત થઈ. સખીઓએ નવી રમતને પ્રારંભ કર્યો અને દમયંતી જરા દૂર સંગેમરમરની એક બેઠક પર બેસી ગઈ... બાલચંદ્રના મનમાં થયું, અત્યારે મળવું ઉત્તમ છે. આમ વિચારી તે પણ વાદળદળ વધતે પિતાના સાથીઓ સાથે આ તરફ આવવા માંડયો. અચાનક દમયંતીની નજર એ હંસ પર પડી અને હંસના દિવ્ય સ્વરૂપ જોઈને પલભર અવાફ બની ગઈ. ત્યાં તે બાલચંદ્ર દમયંતીથી થોડે જ દૂર પૃથ્વી પર આવી ગયા.. અને એના સાથીઓ વિવિધ વૃક્ષ પર બેસી ગયા. રતનજડિત અલંકારવાળો આવો દિવ્ય હંસ દમયંતીએ કદી જ નહતો. તેના મનમાં હસને પકડવાની ઈચ્છા થઈ. તે જરાય અવાજ ન થાય તેવી રીતે ઊભી થઈ અને અતિ મૃદુ ચરણે હંસ તરફ ચાલવા માંડી. બાલચંદ્ર તેને મનભાવ કળી ગયો હતો એટલે તે પણ અન્ય દિશા તરફ મોઢું રાખીને નિર્ભયતાપૂર્વક ઊભો રહ્યો. દમયંતી નજીક આવી પહોંચી... અને હંસ જરા આગળ વધી ગયો, ત્યાં તે સખીઓએ કલરવ કરી મૂ, એકે કહ્યું. રાજ