________________ નિષધપતિ વાત કહેતાં કેમ અચકાયા?” મેં સાંભળ્યું છે કે દમયંતી જેવી રૂપવતી કન્યા ત્રણેય લેકમાં બીજી એક પણ નથી. તું એને જોઈને મારું કાર્ય વીસરી ન જતો.. હું હૃદયથી ઈચ્છું છું કે માર્ગમાં તને કઈ વિન ન આવે અને તારું કાર્ય સિદ્ધ થાઓ. મહારાજ આપે મને મિત્ર માનીને મારું ગૌરવ વધાર્યું છે...” ત્યાર પછી તેણે પિતાની પત્ની સામે જોઈને કહ્યું, “પ્રિયે, તું અહીં જ રહેજે...મારા બધા સાથીએ તારી આજ્ઞાનું પાલન કરશે.” આપ પાછા કયારે આવશો?” સમકલાએ સામે પ્રશ્ન કર્યો. બાલચંદ્ર પ્રસન્ન સ્વરે કહ્યું, “ત્રણે લેકમાં જેના બાહુબળની પ્રશસા થાય છે એવા નળ ભૂપાળને વિયાગ દૂર કરવાના કાર્યમાં સમયની મર્યાદાને બાંધવી તે બરાબર નથી. તારે એક જ વાત મનમાં રાખવાની છે કે આ કાર્ય પાર પડ્યા પછી આપણું કાર્ય પણ પાર પડી જશે.” ત્યાર પછી બાલચંદ્ર બધા સાથીઓને મળે અને કેટલાક સાથીઓને તેણે પિતાની સાથે આવવાનું જણાવ્યું. ત્યાર પછી પુનઃ એક વાર નળને મળી નળની રજા લઈ બાલચંદ્ર કેટલાક હંસ સાથે કુંડનપુર જવા આકાશમાગે ઊડવા માંડયો. નવજવાન નળ, તેના મિત્રો અને અહીં રોકાયેલા હંસે બાલચંદ્ર તરફ સ્થિર નજરે જોઈ રહ્યા. સેમિકલા પણ પતિને વિદાય થત જોઈ રહી હતી, જ્યાં સુધી બાલચંદ્ર દ્રષ્ટિ મર્યાદાથી દૂર ન થયો - ત્યાં સુધી સમકલા આકાશ તરફ જોતી ઊભી રહી. મહારાજ નળના સાથીઓ દૂર ઊભા હતા તે નજીક આવી પહોંચ્યા. નળે સોમકલા સામે જોઈને કહ્યું, “સમ, તને આ ઉપવનમાં ન ગમે તે અમારી સાથે રાજભવનમાં ચાલ.”