________________ 124 નિષધતિ પતિ પ્રત્યેને તેને પ્રેમ એટલે અગાધ હોય છે કે ઘણીવાર તે પ્રેમવશ બનીને ભળતું જ ક૯પી લે છે.” નળે હંસ સામે જોઈને કહ્યું: “હંસરાજ, આપની પત્નીના કોઈ વચનથી મને જરા પણ દુઃખ થયું નથી. કારણ કે સ્ત્રી પિતાના પ્રિયતમને ભયમાં પડેલે જોતાં જ ભારે વ્યાકુળ બની જતી હેય છે. આપને હરકત ન હોય તો આપ કેણુ છે, આપ આ તરફ શા માટે આવ્યા છે તે જણાવો.” બાલચંદ્ર તરત વિનયભર્યા સ્વરે પિતાનો પરિચય આપ્યો અને કહ્યું : “મહારાજ, થોડી વાર પહેલાં જ થયેલી આકાશવાણી આપી ભૂલી તે નહીં જ ગયા છે ! આપના અંતરમાં અણદીઠ રહેલી દમયંતી નામની રાજકન્યા પ્રત્યે જે ભાવ જાગે છે અને તેના અંગે જે વ્યથા જન્મી છે તે દેવી સરસ્વતીની કૃપાથી અવશ્ય દૂર થશે. અને ભરતવંશને સમૃદ્ધ કરવા રાજકન્યા દમયંતી આપની સહધર્મ, ચારિણી બનશે...એમાં મને કોઈ સંશય નથી લાગતો. એ કાર્યમાં આપને સહાયક બનીશ. હે રાજન, દમયંતી સંસારનું શ્રેષ્ઠ રત્ન છે... આ રત્ન પામનાર ખરેખર મહાન ભાગ્યવંત ગણાશે. અને એ ભાગ્યના સ્વામી આપ જ બનશો.” હંસની આ વાતથી નળનું ચિત્ત અતિ પ્રસન્ન બની ગયું. પ્રકરણ 14 મું : : હંસદૂત સ્વર્ગના હંસ બાલચંદ્રની વાત સાંભળીને નળરાજા પિતાની મનોવ્યથા ઘડીભર વીસરી ગયો. પરંતુ થોડી જ વારમાં તે ગંભીર બની ગયો. અને એક ઊંડે નિશ્વાસ નાખીને બોલ્યો,