________________ 122 નિષધપતિ દૂર ઉભેલા તેના મિત્રો પણ આશ્ચર્ય વિમૂઢ બની ગયા નળના મનમાં થયું, આ દિવ્ય હંસ કેણ હશે ? હંસના મુખમાં આવી મનોહર વાણી ક્યાંથી ? પક્ષીઓની ભાષા તે આવી હેય જ નહિ...આ તે દેવભાષા જ લાગે છે. તે શું આ કોઈ દેવ હશે ? અરે, હંસને પકડી રાખનારો મારો જમણો હાથ ફરકે છે શા માટે ? જરૂર, મારા મનની ઇચ્છા ટૂંક સમયમાં જ પૂર્ણ થવાની હોય એનું જ આ સુચન લાગે છે... મારું ચિત્ત પ્રસન્ન બની ગયું છે...મારું પ્રત્યેક અંગ ઉલ્લાસિત બની રહ્યું છે. નળ મનથી કંઈ નક્કી કરીને હંસને ઉત્તર આપે તે પહેલાં જ કંઈક ભયભીત બનેલી સમકલા આવી પહોંચી અને વિનમ્રસ્વરે બોલીઃ “હે મહારાજ, આપે આવું અનુચિત શા માટે કર્યું?” નળે પ્રશ્નભરી નજરે હસી સામે જોયું. સેમિકલા બેલીઃ “સર્વ રાજાઓમાં આપ સિંહ સમાન છે. આપે “પુણ્યક'નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. આથી અમે આપના પ્રત્યે દ્રઢ વિશ્વાસ રાખીને દૂર દેશથી અહીં આશ્રય નિમિતે આવ્યાં છીએ અને શું આપ મારા સ્વામીને પકડવા ઈચ્છો છો ? આમ કરવાથી આપને વિશ્વાસઘાતનું પાપ નહિ લાગે? અરેરે, અમારા ઉપર આ શી વિપત્તિ આવી પડી ? રક્ષક તરફથી ભય ઊભો થાય તે સંસાર ચાલે કેવી રીતે ? મહારાજ, કોઈ કાળે ચંદ્રમાંથી અંગારાની વૃદ્ધિ થાય ખરી ? ની ક્ષીરનું પૃથક્કરણ કરવામાં જે કુશળ છે તે મારા રવામને આપે શા માટે પડયા છે? મારા સ્વામીને આપ તકાળ છૂટા કરો. હે નિષધનાથ ! મારા પર આટલી કૃપા કર !" નળ આછા હારય હિત હંસી સામે જોઈ રહ્યો... કારણ કે તેના. મનમાં આવો કોઈ ઈરાદે નહતો. માત્ર હંસ કોણ છે, એ જાણવા ખાતર જ તેણે તેને પકડયો હતે.