________________ ઉદ્યાનમાં ૧ર૧ જોતાં જોતાં નળની દ્રષ્ટિ રત્નાભરણથી શેભતા એક હંસ પર પડી...આ શું ? હંસને આવાં મૂલ્યવાન રત્નાભરણે ? જરૂર, આ કોઈ શાપિત દેવ જ લાગે છે.. અને આ બધા હંસામાં આ એક જ હંસ વધારે તેજરવી અને આકર્ષક લાગે છે... સહુ અવાક બનીને હંસોના મુક્ત ભાવે થતા વિચરણને જોઈ રહ્યા હતા. અણદીઠ દમયંતીના વિરહની વ્યથા જે આઠે પ્રહર રહેતી હતી તે પણ શાંત બની ગઈ હોય એમ લાગતું હતું, રત્નાલંકારથી શોભતો હંસ અન્ય કોઈ નહીં પણ દેવી સરસ્વતીની ચરણરજ વડે સમૃદ્ધ બનેલ બાલચંદ્ર જ હતું. તેણે નળ સામે જોયું... અને આ બધા તરફ આવવા લલચાયો... નળના મનમાં થયું, રૂપપરિવર્તન કરીને આવેલે આ કઈ દેવ છે કે વિદ્યાધર છે કે ખરેખર હંસ છે એની ખાતરી કરવી જોઈએ. મનમાં આવો વિચાર આવતાં નળ અસર થયો. નળના મિત્રો અવાક બનીને જોઈ રહ્યા. - બાલચંદ્ર પણ નિભર્યતાપૂર્વક આવી રહ્યો હોય એમ લાગતું હતું... - નળ રાજાએ ક૯પનામાં પણ ન આવે એવી ચપળતાથી રત્નાભૂષણ ધારણ કરેલા હંસને પકડી લીધે તરત બાલચંદ્ર મધુર અને દિવ્ય વાણી વડે બોલી ઊઠયો : " કુમુદના હાસ્યને હસી કાઢનાર, યશ-કીર્તિ વડે સમગ્ર જગતને સ્તબ્ધ બનાવનાર, સર્વ શત્રુઓ પર પ્રાપ્ત કરેલા જયરૂપી રત્નને મુગટમાં શોભાવનાર હે વીરશ્રેષ્ઠ મહારાજ નળ, આપને સદાય જય થાઓ ! હે રાજેન્દ્ર, આપના ઉપવનની આ વનશ્રી અંજન સરખા થામ કેશવાળી કોઈ રાજકન્યા સમાન શોભી રહી છે.” હંસની આવી મધુર, અર્થગંભીર અને વિદ્યુત વાણી સાંભળીને નળનું આશ્ચર્ય અનેકગણું વધી ગયું.