________________ ઉદ્યાનમાં 119 આ ઉદ્યાન નાનું નહતું પણ એક નાનકડા ને રળિયામણું વન સમું હતું રાજરાજેશ્વરને ઉપવનમાં આવેલા જોતાં જ ઉદ્યાનના માળીની કન્યા મૃણાલલતિકા પ્રસનભાવે સ્વાગત કરવા સામી આવીને ઊભી રહી અને મહારાજને જયનાદ બોલાવી માલતીનાં ફૂલની તૈયાર કરેલી અતિ સુંદર અને સૌરભભરી માળા નળના કંઠમાં આરોપીને મૃદુમધુર સ્વરે બોલી, “રતિપતિ સમાન સુંદર હે રાજરાજેશ્વર ! આમ નજર કરે...આ આપનું ક્રીડાવન સ્વર્ગના નંદનવન સમાન છે. વૃક્ષો અને પંખીઓનો નિષ્ણાત પણ આ મહાઉદ્યાનનાં વૃક્ષો પંખીઓના ભેદને પામી શકતા નથી. હે કૃપાવતાર, આપ અપારિજાત શત્રુઓને નાશ કરનાર હોવાથી આપને પારિજાતનાં વૃક્ષોથી શોભાયમાન, તેમ જ આપ નિરંજન-નિષ્કલંક હોવાથી અંજન વૃક્ષના સમૂહથી સમૃધ્ધ બનેલું આ ઉપવન આપને શા માટે શાંતિ આપી શકતું નથી ? આપના વદન પર વ્યથાની છાયા કેમ દેખાય છે? કૃપાનાથ, આપ અંદર પધારે. ઉપવનના અનેકવિધ પુષ્પછેડ અને પુષ્પલતાઓ પર ખીલેલાં વિવિધરંગી ફૂલે આપના સ્વાગત અર્થે જાણે પ્રસન્ન બની ગયાં છે. આ ઉપવનમાં આવેલા સ્વચ્છ અને સુંદર સરોવર પાસે ભમતાં હરિણાદિ પશુઓ આપનાં દર્શનથી ધન્ય બનશે.” માનસપટમાં રમી રહેલી દમયંતીની કલ્પના મૂર્તિ નળના હૃદયને ખૂબ જ ખળભળાવી રહી હતી. માળીકન્યા મૃણાલતિકાના ભાવભર્યા સ્વાગતશબ્દો સાંભળવા છતાં તેનું ચિત્ત વિયેગના તરંગો વચ્ચે અટવાયેલું જ રહ્યું. - નળની સાથે આવેલા મિત્રોએ મૃણાલ લતિકાના ભાવભરપૂર શબ્દોને પ્રસન્નતાપૂર્વક વધાવી લીધા. પરંતુ નળભૂપાલ એવા ને એવા વ્યથિત મન સાથે ઉપવનની મધ્યમાં આવેલા સરોવર પાસે જવા ધીરે ધીરે ચાલવા માંડયો. સરોવર હજી દેખાતું પણ નહતું. દૂર હતું. પરંતુ સરોવરના