________________ 120 નિષધપતિ જળને સ્પશીને આવતા સમીર શાંત શીળે હેવા છતાં નળના અંતરદાહને જરાય અસર કરી શકતા નહોતા. થોડે દૂર જતા નળના મિત્રો એકાએક ચમકી ઊઠયા.એક કહ્યું, “મહારાજ ! આકાશ તરફ નજર તો કરો ! શું શંકરનું અદહાસ્ય પ્રગટી નીકળ્યું છે કે હિમાલયના અગણિત શિખરોનું પતન થઈ રહ્યું છે ?' નળે આકાશ તરફ નજર કરી. શુદ્ધ રન જવા સેંકડો હસે જાણે વેતાબની માળાઓ જેવાં જૂથ રચીને આવી રહ્યા હતા. મૃણાલ લતિકા વિનયાવનત ભાવે બેલી: “કૃપાનાથ, આપના આગમનના પ્રભાવે જ આ આશ્ચર્ય જોઈ શકાય છે. ઓહ, આ તે દિવ્ય હંસને સમૂહ છે. મહારાજ, આ બધા કંસે આપના ઉપવનમાં જ આવતા હોય એમ લાગે છે. મારું અનુમાન છે કે, આ દિવ્ય હંસ ઉપવનને સરોવર કિનારે જ ઊતરશે. આપ એ તરફ સત્વરે પધારે.” નળ અને તેના સાથીઓ આશ્ચર્યચકિત બનીને જોઈ રહ્યા હતા. માળીની કન્યાનું અનુમાન સાચું લાગતું હતું...હિમ જેવા વાદળા જોઈ શકાતું હતું. નળ અને તેના સાથીઓ મૃણાલ લતિકાને માર્ગદર્શન રાખીને તેની પાછળ ઝડપી ગતિએ ચાલવા માંડયા. સહુ સરોવર કિનારે પહોંચે તે પહેલાં જ સ્વર્ગમાંથી આવેલા બધા હંસ સરોવર તટ પાસે ઊતરી ગયા હતા અને પૃથ્વીની શોભા નિહાળવા આમતેમ વિચારી રહ્યા હતા! નળ અને તેના સાથીઓ એક તરફ માં રહ્યા. હસનું રૂપ, તેજ અને માધુર્ય નિહાળીને નળના મનમાં થયું...માનવામાં આવા હસો સંભવે જ નહીં. આ કોઈ દેવહંસ છે અથવા હંસના રૂપે માનવકની શોભા નિહાળવા દેવતાઓ આવ્યા લાગે છે !