________________ ૧૭ર નિષધપતિ હંસે મધુર વાણી વડે નળનાં માતાપિતાનો પરિચય આપે. નિષધા નગરી પરિચય આપો, નળે કરેલાં પરાક્રમ, શ્રીધર મુનિની રક્ષા નિમિત્તે નળે કરેલે પ્રયત્ન, કનકાવલી સાથેનાં લગ્ન, તાપસેના. રક્ષણ નિમિત્તે કચકણું નામના ભયંકર રાક્ષસને કરેલે વધ ભાતપિતાને સંસારત્યાગ, નળે બાહુબળથી કરેલે દિગ્વિજય વગેરે વાતા બાલચંદ્ર કહી સંભળાવી. દમયંતી મુગ્ધ ભાવે સાંભળી રહી હતી. હસે કહ્યું: “હે સુનયના,આ શ્રેષ્ઠ અને નવજવાન રાજા નળ અત્યારે નિષધ દેશને સંભાળી રહ્યો છે. મહાસાગરનું જળ ખારું છે. શશાં ક્ય પામતો હોય છે ઈન્દ્રસ્થાન ભ્રષ્ટ બને છે, કામદેવ દેહ વગરનો છે, કૃષ્ણ શ્યામ છે, શેષનાગ વિષયુક્ત છે, બ્રહ્મા વયેવૃદ્ધ છે. કલ્પવૃક્ષ. એક જડ કાષ્ઠ છે. આ બધી ઉત્તમ વસ્તુઓમાં કંઈ ને કંઈ દેષ રહિત છે. કલિંગ,બંગ, મગધ, ચૌડ, ગૌડ, કર્ણાટક, કાવિઠાદિ દેશોના રાજાઓ, દેવતાઓ, નાગકના શ્રેષ્ઠ ગણુતા નાગરાજો, વગેરે કોઈ મહારાજ નળના રૂપની હરીફાઈ કરી શકે એમ છે જ નહિ.... ભવિષ્યમાં કોઈ થશે પણ નહિ. હે મંગલમયી, નળના હૃદયમાં ધર્મ, પ્રેમ, ઉદારતા, વિનય, માર્દવતા, દયા, નિર્મળતા, વગેરે અનેક ગુણો સંપત્તિરૂપે શોભી રહ્યા છે. ચિંતામણિ રત્ન જડ છે. જ્યારે નળરાજા ચિંતામણિ રત્ન સમાન હોવા છતાં ગૌતન્ય યુક્ત છે, કામદેવ અશરીરી છે, પરંતુ નળરાજા કામદેવ કરતાં ય રૂપવાન અને દેહધારી છે. દેવી સરસ્વતી સ્ત્રીરૂપ છે, જ્યારે નળરાજા પુરુષરૂપે સરસ્વતી સમાન છે. ખરેખર, નળરાજા માનવ લાકમાં ઈન્દ્ર સમાન છે...હે દમયંતી ! નળ રાજાનાં રૂપગુણનું વર્ણન કરવું મારી શક્તિ બહારની વાત છે.જેમ તારાઓની ગણના ન થાય. જેમ મેઘની જળધારા ગણું