________________ અવયંવરનું નિમંત્રણ 139 તે મૂર્ણિત બની ગઈ. આથી સખીઓ ગભરાણી. શીતોપચાર વડે બધી સહિયરોએ દમયંતને મૂછમાંથી જાગૃત કરી...પણ રાજકન્યાને આવેલી મૂછના સમાચાર સમગ્ર રાજભવનમાં પ્રસરી ગયા હતા. દમયંતીની માતા અને મહારાજા ભીમ ભારે ચિંતા સહિત પુત્રીના ખંડમાં આવ્યાં. માતાએ પિતાની પ્રિય કન્યાને વહાલથી પૂછ્યું : શું થયું હતું, બેટી ?" નહિ, મા.. મન જરા મૂંઝાતું હતું...' અહીં કોઈ વાતનું દુઃખ નથી. પછી મન શા માટે મુંઝાય ? કોઈએ તારું અપમાન તે નથી કર્યું ને ?" ના, મા...” તે તારા મનમાં કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની...” વચ્ચે જ માતાના બંને હાથ પકડી લઈને પરાણે મુખ પર: હાસ્ય લાવતાં દમયંતી બેલીઃ “મા, એવું કંઈ નથી.” પરંતુ ચતુર માતા બધું સમજી ગઈ હતી અને તેણે આ અંગે મહારાજાને વાત પણ કરી હતી. મહારાજા ભીમે પુત્રી સામે જોઈને પ્રસન્ન સ્વરે કહ્યું: “બેટી, તું ઉત્તમ પતિ પ્રાપ્ત કરી શકે એ દ્રષ્ટિ રાખી ને મેં સ્વયંવર મહત્સવ રચવાનું નક્કી કર્યું છે... આ અંગે મેં આજ રાતે બધાં મંત્રીઓને બોલાવ્યા છે. તું મનને સંકોચ દૂર કરીને અતિ પ્રસન્ન બની જા.” માતાએ દમયંતીની સખી સામે જોઈને કહ્યું : “તમે સહુ દમયંતીને સ્વયંવરના મહોત્સવ માટે ખૂબ જ પ્રસન્નચિત્ત બનાવજે... મહારાજા પિતાની પ્રિય કન્યાને અતિ ભવ્ય અને શ્રેષ્ઠ સ્વયંવર રચવાના છે.” આ સાંભળીને દમયંતીની સખીઓ ઉલ્લાસમાં આવી ગઈ. દમયંતીના મનને પણ કંઈક આશ્વાસન મળ્યું. એ જ રાતે રાજા ભીમે પોતાના બધા મંત્રીઓ અને પરિવારના