________________ 127 હંસદૂત નહિ મહારાજ, આ ઉપવન સ્વર્ગને નંદનવન જેવું જ છે... વળી, આ સરોવર ઘણું જ સ્વચ્છ છે. અહીં જ રહીશ. સેમકલાએ કહ્યું. નળે મૃણાલલતિક સામે જોઈ કહ્યું, “મૃણાલ, આ બધા હંસ અહીં જ રહેશે. બધા મારા અતિથિઓ છે એટલે એમની કાળજી રાખવાનું તારા માથે છે.” કૃપાનાથ, આવા પવિત્ર અને નિર્મળ હંસની સંભાળ રાખવાનું કાર્ય આપે મને સોંપીને મારું ગૌરવ વધાર્યું છે. આપ નિશ્ચિં ત મને રાજભવન તરફ જઈ શકે છે.” રાજા નળ પિતાના સાથીઓ સાથે નગરી તરફ વિદાય થયો. બાલચંદ્ર અને તેના સાથીઓ કઈ સામાન્ય હંસે નહોતા... સ્વર્ગના દેવહંસે હતા. તેઓ મનની ગતિએ ગમે તે સ્થળે જઈ શકવાને સમર્થ હતા. લીલા માત્રમાં બધા હસો અસંખ્ય પર્વતે, વને, ઉપવન, સરોવર, નદીઓ, નાનામેટાં નગરો, વગેરે વટાવીને કુંડનપુરના પાદરમાં પહોંચી ગયા... બાલચંદ્ર આકાશમાંથી ચેતરફ નજર કરી..દમયંતી પિતાની કેટલીક સખીઓ સાથે ક્રીડા માટેના રાજ્યના એક ઉપવનમાં વિવિધ રમતો રમી રહી હતી. દમયંતીની સખીઓ ચારે તરફ વક્ષ પાછળ કે કઈ કુંજ પાછળ છુપાઈ ગઈ હતી અને દમયંતીના હાથમાં કમળનું ફૂલ લઈને સખીઓને પકડવા આમતેમ દોડી રહી હતી. પરંતુ ચાલાક સખીઓ બરાબર છુપાઈ રહી હતી. અને એક વૃક્ષના એથે ઊભેલી સખીનું ઉત્તરીય દેખાઈ ગયું. દમયંતી અન્ય તરફ વળતી હોય તે રીતે ઝડપથી દોડી...પણ તરત પાછી વળીને એક સખી પર કમળનું ફૂલ અડકાડી દીધું. પલભર કલરવ મચી ગયો. હાસ્યની લડેરીએ આ વાટિકાને મુખરિત કરવા માંડી. બાલચંદ્ર હંસ પોતાના સાથીઓ સાથે સ્થિર બનીને નવયુતી ઓ ની