________________ 19 કુમારીજી, હંસ સુંદર છે... પણ, તમારાથી પકડાય નહિ.” દમયંતીએ બધી સખીઓ સામે જોઈને કહ્યું, “તમે આ રીતે કલરવ કરો છે એથી જ હંસ છટકી જાય છે. તમે જે શાંત નહિ રહે તે મારે રોષ તમારા પર ઠલવાશે.” સખીઓ પુનઃ હસી પડી. દમયંતી આસ્તે આસ્તે હંસની પાછળ જવા માંડી. હંસ પણ દમયંતીને સખીઓથી દૂર ખેંચી જવા ઈચછત હતે...અને લગભગ એક ઘટિકા પછી બાલચંદ્ર પોતાના ઈરાદામાં સફળ થયો. દમયંતી તેની સખીઓથી વિખુટી પડી ગઈ હતી. હંસને પકડવાની હેડમાં તે શ્રમિત બની ગઈ હતી અને તેના કપાળ પર પ્રદબિંદુઓ મેતી માફક ખીલી ઊઠયાં હતાં. દમયંતીની આ સ્થિતિ જોઈને બાલચંદ્ર દમયંતી તરફ ફર્યો અને મધુર સ્વરે બોલ્યો : “હે ચતુર રાજકન્યા, મને પકડવાને મિથ્યા પ્રયત્ન શા માટે કરે છે ? હે મુગ્ધા, આ અરણ્ય જેવી વાટિકા જોઈને તારા મનમાં ભય નથી થતું? હે મંગલમયી, પૃથ્વી પર વસનારાં અમારાં જેવાં પંખીઓ તું કેવી રીતે પકડી શકે? તું તારી આ બાલ ચેષ્ટાથી નિવૃત્ત થા...કારણ કે તું યૌવનવતી બની છે.” હંસના મેઢેથી માનવી જેવી સ્પષ્ટ વાણી સાંભળીને દમયંતી અવાક્ બની ગઈ હતી...તે બોલી : " તું કોણ છે ? કઈ છદ્મવેશી છે કે ખરેખર હંસ છે ?" હે રાજતનયા, તું કોઈ પ્રકારને સંશય ન રાખીશ..હું છદ્મવેશી નથી પરંતુ પુણ્યશ્લોકના બિરુદ વડે જે રાષ્ટ્રમાં પ્રખ્યાત છે તે નવજવાન મહારાજા નળનો હુ ક્રીડાહંસ છું. રાજહંસને કોઈ પણ સ્થળે જવામાં ભય હોતો નથી. હે પ્રિયદર્શિની, જેની સાથેના યુદ્ધમાં મનુષ્યોને રાક્ષસે ટકી શકતા નથી તે મહાબાહુ પૃથ્વીપતિ મહારાજ નળ, કે જે અતિ ચતુર પુરુષ છે, તેને હું પ્રેમ