________________ ઉદ્યાનમાં 123. સોમલા એવા ને એવા વિનમ્ર સ્વરે બેલીઃ “કૃપાનાથ, જે. આપને મારા સ્વામીને પ્રાણુ લેવો હોય તો તેના બદલે મારો પ્રાણ લે. આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું. વડીલે પ્રત્યે આજ્ઞાંકિત ભાવ, શત્રુઓ પ્રત્યે પરાક્રમ ભાવ અને દીનજને પ્રત્યે દયા ભાવ રાખવો એ મહાન પુરુષનાં ત્રણ લક્ષણો હોય છે. મહારાજ, મારા સ્વામી આ હંસ સમૂહના નાયક છે...એના વગર મારે તે પ્રાણ જશે જ. સાથે સાથ, બધા હંસે પિતાના પ્રાણ વિસર્જન કરશે.' - સોમલાના વિલાપનો નળ ઉત્તર આપે તે પહેલા જ બરાબર આ સમયે આકાશવાણી થઈ : “હે રાજા, મેહવશ થયા વગર આ હંસને તું છોડી દે...એ હંસ તારા ચિત્તની વ્યથા શાંત કરશે.' નળ સેમકલા સામે જોઈને કહ્યું: “હે ભળી સ્ત્રી, મારા પ્રત્યે આવો સંશય રાખવાનું તને પ્રેમ સૂઝયું ? તારા મનમાં જાગેલી કુશંકા દૂર કરજે. મારા તરફથી કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર તું તારા સ્વામી સાથે સુખથી વિજે. મેં તો કેવળ મનના કુતૂહલ ખાતર તારા સ્વામીને પકડેલ છે...મારો કે ઈ મલિન હેતુ છે જ નહિ. મને તે તમારા જેવા ઉત્તમ અને પવિત્ર હોના સંયોગથી ઘણે જ આનંદ થયો છે.પ્રિયદર્શિની હંસી. લે તારા પ્રિયતમને ! મારા પ્રત્યે કોઈ પ્રકારનો રોષ કે સંશય ન રાખીશ.” આમ કહી નળે રત્નાભરણથી શોભતા હંસને પિતાના પંજામાંથી મુક્ત કર્યો. મુકત થતાં જ બાલચંદ્ર અતિ પ્રસન્ન સ્વરે બે, “હે સ્વામિન, આ મારી પત્ની આપના વાત્સલ્યભરપૂર હૃદયને જાણતી નથી...તેથી જ અન્ય રાજવીઓની ક્રૂરતા તેણે આપનામાં ક૯પી લાગે છે. ત્રણ જગતનાં પ્રાણીઓને અભય આપવામાં સમર્થ એવા નળભૂપાલ અન્ય રાજાઓ જેવા શિકારી હોઈ શકે જ નહિ. પરંતુ મહારાજ, નારીનું હૃદય અતિ લાગણીપ્રધાન હોય છે. પિતાના