________________ ઢોંચકર્ણને વધ નહીં રાખી હોય તેમ સહેજે કલ્પી શકાતું હતું. એની કાયામાંથી મનન કંપાવી દે તેવી વિચિત્ર દુર્ગધ નીકળી રહી હતી. તે પોતાના કરવત જેવા દાંત વડે પોતાના જ એખને કચડી રહ્યો હતો. તેનાં નયને સળગતા અંગારા જેવાં હતાં. તાપસ, નળ અને તેના સુભટને જઈને વન પ્રદેશને કંપાવી મૂકે એવું ભયંકર અટ્ટહાસ્ય કરીને તે ઉચ્ચ સ્વરે બે, “અલ્યાં માનવ પશુઓ, ત્યાં જ ઊભાં રહી જાઓ. અલ્યા નળ, તાપસની સહાય માટે રમકડાં ધારણ કરીને તું આવ્યો છે તે હું જાણું છું. પણ તને તારા મૃત્યુ એ જ અહીં મેકલ્યો છે ! આજ મારા હર્ષનો પાર નથી. તારા અને તારા સુભટોના સ્નિગ્ધ મધુર માંસ વડે આજ મારો જઠરાગ્નિ તૃપ્ત થશે.” | નળ રાજાએ પોતાના સાથીઓ અને તાપસગણને ત્યાં જ ઊભા રહેવાનું કહ્યું. ત્યાર પછી તે પગપાળો જ અગ્રસર થયો. નળને નિર્ભયપણે પોતા તરફ આવતો જોઈ કૌંચકણ ખડખડાટ હસવા માંડયો. નવજવાન નળે તેની સામે જોઈને કહ્યું, “એ દુષ્ટ આચરણવાળા અધમ રાક્ષસ ! બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ, ગાય અને ત્યાગીઓને વધ કર એ તારે કુળધર્મ લાગે છે. તારી કાયામાંથી છૂટી રહેલી દુર્ગધ અસહ્ય હોવા છતાં તારા મૃત્યુને ઈચછનારાઓના સંતેષ ખાતર હું તારો વધ કરીશ.” તું મારો વધ કરીશ ?" " તારા જેવા દુષ્ટોનો વધ કરીને લેકેને ભયમુક્ત કરવાં એ મારું કર્તવ્ય છે. મારાં શસ્ત્રો વડે તારી કાયા નષ્ટ થઈ જાય તે પહેલાં હું તને એક તક આપવા માંગું છું. તારામાં તાકાત હોય એટલી અજમાવવા ખાતર પહેલો પ્રહાર તું કરી લે” ઘણું જ શાંત અને ગંભીર સ્વરે મહારાજા નળે આછા હાસ્ય સહિત કહ્યું. આ શબ્દ સાંભળીને ક્રૌંચકણું ભારે કોપાયમાન થશે અને પથ્થરની એક વિરાટ શિલા ઊંચકીને બોલ્યા : “તેં મને તક આપીને