________________ કોંકણને વધ ફેંચાણું રાક્ષસ અઢારમે દિવસે પાછો આવી ગયો હતે...એક માસની મુદત આપી હોવાથી તે ઉત્તરની આશાએ વન પ્રદેશમાં જ ઘૂમતે રહ્યો. વિવિધ પ્રકારનાં હરણ કે એવાં પ્રાણીઓ ને પકડીને તે કાચાં ને કાચાં ચાવી જતો. અને તે જાણી શકો કે 11 વૃદ્ધ તાપસે નિષધપતિની સહાય મેળવવા ગયા છે. આ જાણ્યા પછી તેના હૈયામાં ભારે રોષ વ્યાખ્યું અને તેણે આશ્રમવાસીઓને કહ્યું, "11 તાપસ નળની સહાય લેવા ગયા છે, કેમ? નળ ! એક માનવ મગતરું ! સારું થયું છે. નળ નવજવાન છે. એનું મધુર મસ મને તૃપ્ત કરશે...પણ તમારા સહુના પ્રતિનિધિરૂપે ગયેલા વૃદ્ધ તાપસના માંસ કરતાં રક્તમાં મને વધારે આનંદ પડશે... ત્યાર પછી તમારી સામે એક જ માર્ગ રહેશે..મારા દાસ બનીને અપાર સુખ મેળવો...મારી શકિતને બળે આ વન પ્રદેશમાં એક સુંદર નગરી રચીશ. એમાં તમારા સહુ માટે એકએક ભવન હશે.. દરેક ભવનમાં વિકાસની પ્રચુર સામગ્રી હશે.. તમારો દેવ બનીશ..તમારી પ્રત્યેક ઈચ્છા પૂરી કરીશ.તમે બધા મારા ભકત બનજો..પૂજારીઓ બનજો...મારી આ ઉદારતાને તમે અસ્વીકાર કરશે તે નાના મેટા બધા આશ્રમવાસીઓને મારા ઉદરમાં હોમી દઈશ.” રાક્ષસની આ કાળવાણી સાંભળીને આશ્રમનાં નરનાર કંપી ઊઠયાં. પણ કોઈએ કશો પ્રત્યુત્તર ન આપે. પ્રત્યુત્તર છે આપે ? ધર્મ અને કર્તવ્યને ત્યાગ કરવા કરતાં મોતને ભેટવું ઉત્તમ એમ માનનારાઓ પિતાના આદેશથી કદી ડગતા નથી. એ જ માણસો બળાત્કાર અને અત્યાચારને તાબે થતા હોય છે, જેનામાં પિતાના આદર્શ પ્રત્યે શ્રદ્ધા નથી હોતી અથવા જીવતરનો મેહ હોય છે ! તાપસ પરિવારો સંસારથી દૂર રહીને પ્રકૃતિના ખોળે વસતા હતા. અને ધર્મ, સત્ય, તપ અને સદાચારને જ જીવનનું સાચું સત્વ સમજતા હતા. જે જીવનમાં આ સો ન હોય તો એ જીવતર કેવળ એક