________________ 107 અણદીઠીનું આકર્ષણ! પાદચારી કરી રહ્યો હતો... પરંતુ ભિક્ષાચારની નજર નળ પર સ્થિર : બની ગઈ હતી. રાજાનું ઉત્તમ અને તેજસ્વી શરીર જોઈને તેના મનમાં થયું, આ કોઈ રાજા છે... નવજવાન હોવા છતાં તેના વદન પર તેજસ્વી અને પ્રભાવોત્પાદક ગાંભીર્ય દેખાય છે. તેની ચલાવાની રીત, ઘણી જ મનમોહક છે. તેને સ્વાભાવ શશાંક જેવો શાંત અને નિર્મળ લાગે છે... આ નવજવાન ખરેખર સંગ કરવા લાયક છે. તેના કપાળ પર, કાયા પર ઉત્તમ કોટિનાં લક્ષણો છે. જરૂર, આ કેઈ બત્રીસ લક્ષણો રાજા જ હોવો જોઈએ. આવા રાજાઓનાં દર્શન પણ દુર્લભ હોય છેહીનભાગીને એવા પુરુષનાં દર્શન થતાં નથી. આવા ઉત્તમ પુરુષ સાથે મેળાપ થાય તે સભાગ્યની નિશાની છે. આમ વિચારીને ભિક્ષાચર ઊભો થઈ ગયો અને વિનયભર્યા સ્વરે બોલ્યો, “હે ક્ષમાવંત, હે પૃથ્વી પતિ, હે દીર્ઘભુજાવાળા, હે ગુણરૂપીરના ભંડાર સમાન, હે આનંદપ્રેરક રાજા, વિશ્વમાં અસાધારણ મણિ માફક જે દેદીપ્યમાન છે તે શ્રી સર્વજ્ઞ ભગવંત તમારું મંગલ કરે.” આશીર્વાદ આપનાર ભિક્ષુક સામે નળ પ્રસન્ન નજરે નિહાળી રહ્યો. ત્યાર પછી તેણે કહ્યું, “હે તીર્થયાત્રી, આપ કુશળ છે ને? આપ કયાંથી પધારે છે ? આપે કયાં કયાં તીર્થોનાં દર્શન કર્યા છે?” “રાજન, આપનું કલ્યાણ થાઓ !ધર્મની સહાયથી હું કુશળ છું.' નળે નજીક આવી કહ્યું, “મહારાજ, આપના જેવા ધર્મયાત્રિકો જ પૃથ્વી પરની અપૂર્વ વસ્તુઓ નિહાળી શકતા હોય છે. એ રીતે આપ ધન્ય છે. મારે ને આપને મેળાપ કદી થયો નથી. છતાં મારી એક પ્રાર્થના છે કે આપે યાત્રા દરમ્યાન જે કંઈ નૂતન નિહાળ્યું હોય તે જણાવવાની મારી પર કૃપા કરો....અને આપને કંઈ હરકત . ન હોય તે આપના પરિચયથી મને કૃતાર્થ કરે.” નળને આવો વિનય ભિક્ષુકના હૃદયને સ્પર્શી ગયોતેનું અંતઃકરણ આ નવજવાન રાજા પ્રત્યે પ્રસન્ન બની ગયું. ભિક્ષુકે: