________________ 112 નિષધપતિ વ્યાકુળતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી હતી. પાંચમા દિવસ રાત્રિકાળે કનકાવલીએ ઘણા જ પ્રેમભર્યા સ્વરે કહ્યું : “મહારાજ, ભયંકર રાક્ષ કોંકણુને વધ કરીને આપ પધાર્યા છે. પરંતુ આપનું ચિત્ત-મન કેમ વ્યાકુળ લાગે છે? ઘણી વાર તે આપ જાણે ખોવાઈ ગયેલા છે એવું મને લાગે છે. સ્વામી, આપના મનમાં કંઈ ચિંતા હોય તે મને અવશ્ય જાણું. ગમે તે ઉપાયે તેને દૂર કરવા પ્રયત્ન કરીશ.” કનક, મારા મનમાં એવું કંઈ નથી !' “તે પછી આપ ખોવાયેલા કેમ દેખાઓ છે?” પ્રિયે, એક અણદીઠી વ્યક્તિની વાત સાંભળીને મારું ચિત ભારે વ્યાકુળ રહે છે.” અણદીઠી વ્યક્તિ ?' હા કનક, જેને મેં જીવનમાં કદી જોઈ નથી. માત્ર એક ભિક્ષુકે મારી સમક્ષ એની વાત કરી હતી. એ વાત સાંભળીને હું જાણે પરાધીન બની ગયો હૈઉં એમ લાગે છે.' એ વ્યક્તિ કેણુ છે ?" એની મને જ ખબર નથી. દૂર દેશમાં રહેનારી એ વ્યકિતની વાત સાંભળીને હું કેમ બંધાઈ ગયો છું એ જ મને સમજાતું નથી.” એ વ્યક્તિ કેણ છે? સ્ત્રી છે કે પુરુષ ?" પુરુષના મનમાં કોઈ પુરુષ પ્રત્યે આવો મેહ નથી જાગતો. ભિક્ષકે મને એક રાજકન્યાની માહિતી આપી હતી. પ્રિયે, ખરેખર! સકળ કાર્યોરૂપી વૃક્ષને દેષ કરનાર અને કેવળ સંતાપરૂપી ફળને આપનાર કામદેવે મારા મજબૂત હૃદયમાં કયા પ્રકારને દાવાનળ સળગાવ્યો છે, તે હું જરાયે સમજી શકતા નથી.” કનકાવલી પતિના વદન સામે જોઈ રહી. બે પળ પછી બોલી, એ રાજકન્યા કોણ છે, એ કંઈ આપ જાણી શકયા નથી "