________________ 116 નિષધપતિ થાય તે સ્વાભાવિક હતું. સ્વર્ગમાંથી વિદાય લેવાની આગલી રાતે તે સેમકલા ભારે વ્યથિત બની ગઈ. એનું અંતર વલોવાઈ રહ્યું હતું.. અંતરને વલોપાત આંખની પાંપણ પર ઊપસી આવતો હોય છે. પત્નીની મૌન. વ્યથા જોઈને બાલચંદ્ર કહ્યું : “પ્રિયે, ભૂલનું પરિણામ તે મારે ભોગવવું જ જોઈએ. એમાં તું દુખી શા માટે થાય છે ?" સ્વામી, સ્વર્ગમાં સુખને આ રીતે ત્યાગ કરવો...' વચ્ચે જ બાલચંદ્ર પત્નીને આશ્લેષ આપતાં કહ્યું : “સમા હું એકલે જઉં તો તને શો બાધ છે ? દેવીએ શિક્ષા મને કરી, છે..તારે શા માટે સ્વર્ગને ત્યાગ કરવો જોઈએ ?" પતિની છાયા બનીને રહેવું એ પત્નીનો ધર્મ છે... અને આપના ગયા પછી સ્વર્ગનાં સઘળાં સુખો મારા મનને શલ્ય જેવાં જ થઈ પડે. હું તે આપની સાથે જ આવીશ.” તે મનમથિી વ્યથા દૂર કરીને પ્રસન્નચિત્ત બની જા.” બાલચંકે કહ્યું. મારું મન લેવાય છે માનવ લેકની કલ્પનાથી. ત્યાં કેટલે. કાળ રહેવું પડશે? દેવીના શાપનું કયારે નિવારણ થશે ? કયારે આપના હાથે આશ્ચર્ય ઘટના બનશે ? આ બધા પ્રશ્નો મનને વલવી રહ્યા છે.” પત્નીની આ વાત સાંભળી બાલચંદ્ર ખડખડાટ હસી પડશે અને બેલ્યો " પ્રિયે, આ બાબતમાં તું સાવ નચિંત રહે..બુદ્ધિશાળી છું, શરીર છું અને દેવીની કૃપાથી જ્ઞાની પણ છું જે મારામાં આવા ગુણ ન હોત તો હું દેવી સરસ્વતીનું વાહન બની શકે ન હેત. મારે મારી બુદ્ધિને ચમત્કાર બતાવવાને એક પ્રસંગ માનવલેકમાં બનવાનું છે. એ અંગે હું સહુને સ્તબ્ધ કરું એવું કામ કરી શકીશ.મને લાગે છે કે આ કાર્ય નિમિતે જ દેવીએ મને