________________ અણદીઠીનું આકર્ષણ! 115 દમયંતી ! ભુવનમોહિની દમયંતી !" આ પરિચય પાછળ આપને આશય શું છે?” ભિક્ષુકે કરેલા વર્ણનથી હું એ રાજકન્યા પર મુગ્ધ બની ગયો હતો....” " તે પછી આપણે એક દૂત મેકલીને માથું નાખીએ.” એક વૃદ્ધ મંત્રીએ કહ્યું કુંનિપુરના મહારાજા ભીમદેવ સમક્ષ તેની કન્યાની યાચના કરવી તે બરાબર નથી...” નળે કહ્યું. મહારાજ. આ રીતે માગણી કરી શકાય છે. સુતશીલે કહ્યું. નહિ મિત્ર, દીનતાને વશ થવું એ મારા લોહીમાં નથી.” તે તે મહારાજા! આપણે તપાસ કરવી જોઈએ.” હં...એ અંગે હું વિચાર કરીને જણાવીશ. મારે કેવળ એ રાજકન્યા કાણુ છે તે જ જાણવું હતું...” કહી નળ ઊભો થયો. મંત્રણા પૂરી થઈ. પ્રકરણ 13 મું : : ઉદ્યાનમાં.. (ાલચંદ્ર હંસ પિતાની પ્રિયા સમકલા સાથે પિતાના નિવાસસ્થાને થોડા દિવસ રહ્યો. સ્વર્ગના સુખને ત્યાગ કરે કેમ ગમે? પરંતુ બાલચંદ્ર માટે અન્ય કોઈ ઉપાય નહોતે. દેવી સરસ્વતીએ આપેલી શિક્ષાથી અન્ય હંસે પણ ભારે દુઃખ અનુભવી રહ્યા. સમાલા પતિપરાયણ હતી. પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ સ્વીકારવું જોઈએ એવા સતી ધર્મને તે માનતી હતી... આમ છતાં સ્વર્ગનાં અગણિત સુખ છોડતાં દુઃખ થાય અને ચિંતા