________________ 114 નિષધપતિ રાજભવનમાં બેલાવ્યા. નળના મિત્ર સમે નવજવાન મહામંત્રી શ્રુતશીલ પણ આવ્યો હતે. વાતને પ્રારંભ કૃતશીલે જ કર્યો. તે બે: “કૃપાનાથ, આપ કયા પ્રશ્ન પર મંત્રશું કરવા ઈચ્છો છે તે અમે કઈ કલ્પી શકયા નથી. હળવા હાસ્ય સાથે નળે કહ્યું: “કેટલાક પ્રશ્નો એવા હોય છે કે કોઈથી કહી શકાતા નથી. મારે આપ સમક્ષ એક રાજકન્યાનું વર્ણન રજૂ કરીને તે કેણુ છે તે જાણવું છે.” બધા મંત્રીઓ આશ્ચર્યચક્તિ નજરે રાજા નળ સામે જોઈ રહ્યા. આ તે સાવ નો ને વિચિત્ર પ્રશ્ન હતો..કઈ રાજકારેબારને પ્રશ્ન હોય, સરહદના ઝઘડાનો પ્રશ્ન હોય કે પ્રજાજીવનને પ્રશ્ન હોય...પણ આ તો નવાઈની વાત કહેવાય શ્રતશીલે કહ્યું, ‘મહારાજ. એ રાજકન્યા કોણ છે?” “એ જાણતો નથી. મેં માત્ર એના રૂપગુણની વાત સાંભળી છે. એ રાજકન્યા રૂપમાં ત્રિભુવનમહિની છે. ગુણમાં સાગરસમી છે. પ્રથમ યૌવનના પ્રાંગણમાં ઊભેલી એ રાજન્ય અપૂર્વ છે. એના કપાળમાં પ્રાકૃતિક તિલક છે.” એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, “ઓહ કૃપાનાથ! એ રાજકન્યાને જન્મ થયો ત્યારે અમે આવા પ્રાકૃતિક તિલકની વાત સાંભળી હતી... એના જન્મ સાથે જ તિલકનું નિશાન હતુંએ રાજકન્યા ખરેખર ત્રિભુવનસુંદરી જ છે...એનું નામ છે દમયંતી, અને વિદર્ભ દેશના રાજા ભીમની તે પુત્રી છે. “બરાબર...તે ભિક્ષુકની વાત સત્ય લાગે છે.' મૃતશીલે કહ્યું, “હું સમજે નહિ.” મિત્ર, ભિક્ષુક દંડકારણ્યમાંથી નીકળીને કાંતિ નગરીમાં આવ્યો હત...કાંતિનગરી વિદર્ભની જ એક નગરી છે.બરાબર છે...