________________ 111 અણદીઠીનું આકર્ષણ! આવું આકર્ષણ કેમ જાગ્યું હશે? એ સવાલને કે ઈ જવાબ નળને મળતો નહતે. કનકાવલીએ કરેલો પ્રશ્ન તે બરાબર સમજી શકશે નહેાતે એટલે તેની સામે જોઈને બોલ્યો : “શું કહ્યું, પ્રિયે ?" રાક્ષસ સાથેના યુદ્ધનું પરિણામ જાણવા...” ઓહ!' વચ્ચે નળ આછા હાસ્ય સહિત બોલ્યો : “કનક, એ અત્યાચારીને અંત આવ્યો, તાપસ પરિવારો ભયમુક્ત બની ગયા.” એ રાક્ષસ કેવો હતો?” “અતિ ભયંકર.' કહીને નળે ટૂંકમાં આશ્રમના વનપ્રદેશમાં રાક્ષસ સાથે થયેલ યુદ્ધની વાત કરી. આખી વાત સાંભળીને કનકાવતી આશ્ચર્યમુગ્ધ બની ગઈ. પોતાનો સ્વામી આ વીર અને મહાન છે એવું જાણનારી પત્ની કેટલે ઉલ્લાસ અનુભવે છે! એનું હૈયું ગર્વથી ચનગની ઊઠે ! કનકાવલીએ સ્વામીને જરા આરામ લેવાનું જણાવ્યું. પણ પલંગ પર આડે પડખે થયે... પરંતુ તેના ચિત્તને વારંવાર અણદીઠી રાજકુમારીના વિચારો આવતા હતા. તેણે આંખ બંધ કરી હતી પણ નિદ્રા નહેતી લાધતી...કયાંથી લાધે ? કોઈના મનમાં નજરે નિહાળીને અનુરાગ પ્રગટે છે. કોઈ સ્વપ્ન સુંદરી જેઈને વ્યાકુળ બને છે, કઈ છબી નિહાળીને પરવશ બને છે, તો કોઈ વાત સાંભળીને ક૯પનાના ઝૂલે ઝૂલવા માંડે છે. કનકાવલીને થયું, સ્વામી પેઢી ગયા લાગે છે. એટલે તે મુદ્દ ચરણે ખંડ બહાર નીકળી ગઈ. બીજા ચાર દિવસ પસાર થઈ ગયા. પરંતુ નળનું ચિત્ત ભારે વ્યાકુળતા અનુભવી રહ્યું હતું. સવાર હાય, સાંજ હોય, મધ્યાહ્ન હોય કે મધ્યરાત્રિ હેય, સભામાં હોય કે ઉપવનમાં હેય ક્રીડાપર્વત પર હોય કે કોઈ અતિથિ સાથે ચર્ચામાં હોય પરંતુ નળ ચિત્તની