________________ 110 નિષધપતિ માનવીનું મન સાંભળી વાતમાં ભારે આકર્ષિત બની જતું હોય છે. પતે રાજકન્યાને જોઈ નથી, તે કયા રાજાની પુત્રી છે તેની પણ ખબર નથી, છતાં નળનું ચિત્ત વ્યાકુળતા અનુભવી રહ્યું હતું. પ્રવાસ વખતે નળને અશ્વ સહુથી આગળ હતે... પણ તેનું ચિત્ત ભિક્ષુકે કહેલી વાતમાં રમી રહ્યું હતું. જેના નામની પણ ખબર નથી તેવી રાજકન્યાની વાત સાંભળીને નળના હૈયામાં એમ જ થવા માંડયું કે એ રાજકન્યા સાથે જાણે પોતે ગાઢ પરિચયમાં ન આવી ગયો હોય ! જાણે અંતઃકરણમાં સનેહનું કોઈ નિશ્વ ઝરણ ન પ્રગટયું હેય ! ખરેખર, આ જગતમાં એકબીજા માનવને કર્મજન્ય સંબંધ ભારે ચિત્રવિચિત્ર હોય છે ! માત્ર એક ભિક્ષુકના મોઢે વાત સાંભળીને હૃદયમાં આવું આકર્ષક જાગવું એ જરૂર કોઈ કર્મસંબંધની જ લીલા લાગે છે. પ્રવાસની ઝડપ સારી હોવાથી મધ્યાહ્ન પહેલાં જ નળ ભુપાળ રાજધાનમાં આવી પહોંચે. રાણી કનકાવલી પતિની રાહ જોઈ રહી હતી. એક રાક્ષસ સામે લડવા ગયેલા સ્વામીના વિજયની મનમાં પ્રાર્થના કરી રહી હતી. અને સ્વામીને રાજભવનમાં દાખલ થયેલા જોતાં જ તેનાં નયનવદન હર્ષ પ્રફુલ બની ગયાં. ઉષ્ણ જળ વડે સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રો ધારણ કરી, નળે ભોજનકાર્ય પતાવ્યું. ત્યાર પછી તે વિરામગૃહમાં ગયો. કનકાવલી પણ તેની પાછળ ગઈ. તે રાક્ષસ સાથેના યુદ્ધનું શું પરિણામ આવ્યું તે જાણવા માગતી હતી. સ્વામીને રહલ નજરે જોઈને તે બેલી, “મહારાજ, એ રાક્ષસ શું થયું ?" નળનું ચિત્ત ભિક્ષાચરે કહેલી વાતમાં જ રમતું હતું. તે ભોજન કરવા બેઠો ત્યારે પણ તેનું મન એ રાજકન્યા પાછળ ઊડતું હતું. જેને કદી જોઈ નથી, જેના નામની પણ ખબર નથી તેને પ્રત્યે