________________ 108 નિષધપતિ ઘણા આદર સહ કહ્યું, “હે સર્વ વિદ્યાઓમાં વિચક્ષણ! મેં ઘણું જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ તીર્થો જોયાં છે. હું દક્ષિણ ભારતમાં આવેલા શક્ય નામના ભવ્ય નગરમાં ગયે હતુંત્યાં અષ્ટકમને નાશ કરનાર અને નામ એવા જ તેજયુક્ત આઠમાં શ્રી ચંદ્રપ્રભુનાં દર્શન કર્યો. ત્યાર પછી હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત પર્વત, નદીઓ અને ચિત્ર વિચિત્ર ગુફાઓવાળા દંડકારણ્ય નામના મહાન પ્રદેશમાં દાખલ થયો. ખરેખર, આ અરણ્ય ભારે વિકટ હતું. પૂર્વે રકંદ નામના તેજસ્વી આચાર્યના શાપથી આ દડકારણ્ય ભયંકર બની ગયું હતું. આમ છતાં દંડકારણ્યમાં બે મહાન તીર્થો આવ્યાં છે. બંને તીર્થોનાં દર્શન કરીને હું મારા દેશ પ્રત્યે પાછો વળતો હતો...માર્ગમાં કાંતિ નામની સુંદર નગરીના પાદરમાં મહાલક્ષ્મીનું ઉત્તમ મંદિર છે. ક્રાંતિ નગરીમાં બે દિવસ રોકાઈ હું ચાલી નીકળ્યો... ભાગમાં એક વડ નીચે વિસામો લેવા બેઠે. હે રાજન, તે વખતે મેં જે કંઈ જોયું હતું, તે જીવનમાં કદી જોયું કે સાંભળ્યું નહોતું.” “આપે શું જોયું. હતું ?' હે રાજન, આ પૃથ્વી વિવિધ પ્રકારનાં આશ્ચર્યોથી ભરેલી છે. તે વખતે જાણે રો ભાગ્યોદય થ હોય તેમ ભીલ લેકેની સેના વડે શોભતી, સેંકડે કંચુકીઓથી વિંટળાયેલી, ખીલતા યૌવનની સૌમ્યગંધાનાં સદ્ય પ્રફુટિતપુષ્પ સમી જણાતી એ ક અતિ રૂપવાન સુંદરી હાથણ પર બેઠી હતી તેના મસ્તક પર એક પરિચારિકાએ રત્નજડિત છત્ર ધારણ કર્યું હતું...અંબાડીની બંને બાજા બેઠેલી બે ચામરધારિણીઓ ચામર વીંઝી રહી હતી. મને આ કોઈ રાજકન્યા લાગી તેણે થોડી વાર ત્યાં વિશ્રામ લીધો. કોઈ ગામડિયા માફક ઉત્કંઠિત બનીને અને અતૃપ્ત માનવીની જેમ એ રાજકન્યા તરફ સ્થિર નજર જોઈ રહ્યો. હે નવજવાન રાજન, આશ્ચર્યમુગ્ધ કરે એવી વસ્તુ તો મેં એ જોઈ કે તે રાજકન્યાના કપાળમાં રાકૃતિક તિલકનું