________________ 106 નિષધપતિ કરી, ભક્તિ કરી, સ્તુતિ કરી. તાપસજનની ભાવનાને સાકાર કરવા ખાતર મળે ત્યાં ભેજના લીધું અને ભયહ રધી આરામ કર્યો. ત્યાર પછી તે પિતાના સાથીઓ સહિત સહુને નમન કરીને રાજધાની તરફ વિદાય થયો ? પ્રકરણ 12 મું : અણદીઠીનું આકર્ષણ? પોતાના સાથે સાથે રાજધાની તરફ જઈ રહેલા નળને માર્ગમાં બે રાત વિતાવવી પડે તેમ હતી. બધા અને પાણીદાર હતા. ધારે તે આઠ પ્રહરમાં પહોંચી #કાય તેમ હતું. પરંતુ એવી ઉતાવળ કરીને હેરાન થવું અને અશ્વોને પરેશાન કરવા એ વાત નળના. હૃદયને રુચિ નહિ એટલે પહેલી રાત એક નાનકડા ગામના પાદરમાં આવેલા આંબાવાડિયામાં વિતાવી, અને બીજી રાત એક મધ્યમ નગરીના. પાદરમાં આવેલી સરિતાના કાંઠા પરના ઉપવનમાં વિતાવી. અહીથી માત્ર બે પ્રહરને જ રસ્તે હતું એટલે વહેલી સવારે પ્રવાસ ન ખેડતાં નાનાદિથી નિવૃત્ત થઈ સહુ એક વૃક્ષ નીચે બેઠા, નળ ઉપવનમાં પાદચારી કરવા માંડે. કારણ કે એક સાથી નગરીમાં મીઠાઈ વગેરે લેવા ગયો હતો. તે આવે એટલે સહુએ સાથે બેસીને શિરામણ કરવું એમ નકકી કર્યું હતું. આ ઉપવનમાં એક ભિક્ષાચાર પણ મોડી રાતે વિશ્રામ લેવા આવ્યો હતો અને પ્રાતઃકાર્યથી નિવૃત્ત થઈને એક વૃક્ષનચે બેઠે હતો. તેની કાયા દુબલ હતી. તેણે માત્ર એક લંગોટ ધારણ કર્યો હતો. તેના ખભા પર એક કામળી હતી. બાજુમાં દંડ પો હતો. અને સોપારીની છાલના રંગ જેવું ભળગુગળું કમંડળ પડયું હતું. નળનું આ ભિક્ષાચર તરફ ધ્યાન નહોતું...તે તે માત્ર એટલામાં