________________ ક્રોચકર્ણને વધ 15 - જોઈએ. પરંતુ તમે બધા મારી પાછળ કેવી રીતે આવી પહોંચ્યા ?" - બીજા સુભટે કહ્યું: “કૃપાનાથ, આપ તે થોડી જ વારમાં દેખાતા બંધ થયા હતા. આથી અમને ભારે ચિંતા થવા માંડી. વળી, વૃદ્ધ તાપસીએ કહ્યું કે, કૌંચકર્ણ ભારે માયાવી છે; સંભવ છે કે તેણે કોઈ માયાજાળમાં મહારાજ નળને સપડાવવાને સંકલ્પ કર્યો હોય !" આથી અમે તરત અ પર સવાર થઈને આપની પાછળ પડ્યા. આપ તે ગાઢ વનના કારણે દેખાતા નહોતા; પરંતુ આપના સગડ સ્પષ્ટ હતા એટલે અમે આપની પાસે આવી પહોંચ્યા.” ત્યાર પછી નળ પિતાના સુર્ટો સાથે તાપસમણે તરફ વિદાય . વૃધ તાપસે ભારે ચિંતા સેવતા ત્યાં જ ઊભા હતા. નળને ક્ષેમકુશળ જઈને સહુનાં હૈયાં નાચી ઊઠ્યાં. વૃધ્ધ તાપસીએ આશીર્વાદનાં અમૃત વરસાવવા માંડયાં. નળે અવ પરથી નીચે ઊતરી વૃધ્ધ તાપસને નમન કરીને કહ્યું. મહાત્મન, આપને આશીર્વાદથી દુષ્ટ ક્રૌંચકર્ણ હંમેશ માટે નષ્ટ થઈ ગયો છે. એની નિર્જીવ કાયા ધરતી પર પડી છે. હવે આપના બધા આશ્રમે સર્વથા નિર્ભય બની ગયા છે.” વૃદ્ધ તાપસે ચકિત નજરે નવજવાન રાજા સામે જોઈ રહ્યા. સહુનાં હૃદય અતિ પ્રસન્ન બની ગયાં હતાં. - ત્યાર પછી બધા તાપ સાથે નળ અને તેના સાથીઓ એક આશ્રમમાં ગયા. ત્યાં બધા તપાસ પરિવારો એકત્ર થયા હતા. સહુને આ શુભ સમાચાર મળતાં જ સમગ્ર વાતાવરણ આનંદમગ્ન બની ગયું. તાપસજનના આગ્રહને માન આપીને નળે એક રાત આશ્રમમાં ગાળી. બીજે દિવસે સવારે નાનાદિ પ્રાતઃકર્મથી નિવૃત્ત થઈ સટ્ટ ભરત મહારાજાએ પ્રતિષ્ઠિત કરેલા શ્રી જિનપાસાદમાં ગયાં. નળે પ્રથમ જિનપતિની રત્ન જડિત પ્રતિમાની ભાવથી પૂજા