________________ કોંકણને વધ 103 સંકેલીને મરદાનગીથી સામી છાતીએ મુકાબલો કરી લે... મરદ અને બળવાનની શોભા પટ યુધમાં નથી.” કૌંચકણે કર અટ્ટહાસ્ય કરીને કહ્યું, “ઓ મગતરા, માયા, એ જ અમારું બળ છે. હવે તું જોઈ લેજે. તારી આંખ સામે સમગ્ર વનપ્રદેશને હું દાટી દઈશ.” - નળે વળતી જ પળે અભિમંત્રિત બાણ છેડયું...સનસનીટ કસ્તુ એ બાણ કૌંચકર્ણના ઉદરમાં સમાઈ ગયું. અને મંત્રસાધિત બાણને પ્રભાવ પણ તરત જ થશે. ક્રૌંચકર્ણ વળતી જ પળે પિતાની જ માયા વડે બંધાઈને નીચે આવી ગયે. એની વિરાટ કાયા હતી તેવી સંકોચાઈ ગઈ. એની સમગ્ર કાયા એક જ બાણના પ્રહારથી જાણે તીવ્ર અગ્નિના તણખા વચ્ચે દાઝી રહી હતી. ક્રૌંચકર્ણની વેદનાને પાર નહોતો...નળે કહ્યું, “હજી તને એક તક આપવા માગું છું...તુ આ વનમાં કદી પણ ન આવવાની પ્રતિજ્ઞા કરીને તાપસ ગણોની ક્ષમા ચાહીને ચાલ્યો જા... જો બાણ પાછું વાળી લઉ છું. “આમ કહીને નળે માયા બંધનથી રાક્ષસને મુક્ત કર્યો. ક્રૌંચકર્ણને થયું. આ નવજવાનને પહોંચી શકાય એમ નથી.. મોતને ભેટવા કરતાં જીવતરને બચાવવું તે વધારે ઉચિત છે... આમ વિચારી તેણે તરત વરાહનું રૂપ ધારણ કર્યું અને તે નાસવા માંડયો... વળતી જ પળે પિતાને અશ્વ પર સવાર થઈને નળ પણ તેની પાછળ પડયો. કૌ ચકણું વારંવાર પાછળ જેતે જાતે... પરંતુ નળને પોતે થાપ આપી શક્યો નથી એવી ખાતરી થતાં તે ભારે ગભરાટ અનુભવતે... નળે આ દુષ્ટનો નાશ કરવાના આશયથી અશ્વને વાયુવેગે દેકાવીને કહ્યું, “ક્રૌંચકણું સાવધ થઈ જા...આતતાયી, પાપી અને અકલ્યાણકારીને જીવતો જવા દે તે દયા નથી, પણ દયાને પરિહાસ છે...'