________________ રાજાનું કર્તવ્ય મહામંત્રી શ્રતશીલે કહ્યું, “પૂજ્યશ્રી, એ દુષ્ટ રાક્ષસ શું આપના તપોવનમાં છે ?" અમને ચેતવણી આપીને ચાલ્યો ગયો છે..આજ એની ચેતવણી પર દસ દિવસ વીત્યા છે. હવે વીસ દિવસ બાકી રહ્યા છે.” આમ કહીને વૃદ્ધ તાપસે મહારાજ ની સામે જોઈને કહ્યું, “રાજન, તારું બાહુબળ વિશ્વ વિખ્યાત છે. અલ્પ વયમાંજ દિગ્વિજય પ્રાપ્ત કરીને તેં અપૂર્વ કીર્તિપ્રાપ્ત કરી છે. રાજા ધર્મ અને સંસ્કૃતિને રક્ષક છે એટલે અમે આ દુષ્ટના ઉદ્ધવમાંથી મુક્તિની આશા પ્રાપ્ત કરવા તારી પાસે આવ્યા છીએ.” મહારાજા નળે તરત કહ્યું, “પૂજ્યશ્રી, આજ હું ધન્ય બની ગ. આપે મને એવું કાર્ય બતાવ્યું છે કે જે ક્ષત્રિયના ધર્મને શોભા આપનારું છે. આપ નિશ્ચિંત રહે. હું મારા પ્રાણના ભાગે પણ આપને સુરક્ષિત કરવાને પુરુષાર્થ કરીશ.આપ સહુ દીર્થ પ્રવાસ કરીને પધાર્યા છે ..બેચાર દિવસ વિશ્રામ લે પછી હું આપની સાથે જ આપના તપોવનમાં આવીશ.” ત્યાં બેઠેલા સર્વ લકોએ હર્ષનાદ કર્યો. મુનિઓએ આશીર્વાદ આપ્યા. મહાપ્રતિહાર સામે જોઈને મહારાજા નળે કહ્યું, “સર્વ મહાત્માઓને અતિથિ ભવનમાં લઈ જા...અને એમની પ્રત્યેક ઈચ્છા પૂરી થાય તેમ વ્યવસ્થા કરજે.' મહારાજાને આ આજ્ઞા સાંભળીને એક વૃધ્ધ તાપસ મુનિએ કહ્યું : “રાજન, અમે નગરીમાં રાત્રિકાળ રહી શકીએ નહિ. એટલે નગરી બહારના કેઈ ઉપવનમાં રહેવું અમને અનુકૂળ થઈ પડશે.” એમ જ થયું. નગરીની દક્ષિણે રાજ્યનું એક સુંદર અને વિરાટ ઉપવન હતું. ત્યાં સર્વ તાપસને લઈ જવામાં આવ્યા. ચોથે દિવસે મહારાજા નળ પિતાનાં દિવ્ય શસ્ત્રો સહિત એને