________________ નિષધપતિ છે ને ? આપના આશ્રમમાં કોઈ પ્રકારની વિપત્તિ તે નથી ને ? આપના આશ્રમવાળા વન પ્રદેશમાં હિંસક પ્રાણીઓને કે શિકારીઓને કેઈ ઉપદ્રવ નથી ને ? પ્રખર તાપ વેળાએ સૂર્ય આડે વાદળું આવે અને વટેમાર્ગુ સંતેષ અનુભવે, એ રીતે આપના આગમનથી હું ખૂબ જ સંતેષ અનુભવી રહ્યો છું. હે મહાત્માઓ, મારુ રાજ, પૃથ્વી, સંપત્તિ, વગેરે આપનું જ છે...આપની ચરણરજથી આ ભવન આજ પવિત્ર થયું છે. કૃપાળુ, મારા લાયક જે કંઈ કાર્ય હેય તે સંકોચ રહિત દર્શ.” નળની વિનયયુક્ત વાણી સાંભળીને તાપસ મુનિઓ ખૂબ જ પ્રસન્ન બની ગયા, એક મુનિએ કહ્યું, “દુશ્મનોને પરાજિત કરનારા રાજન, તારી ભાવભરી વાણી સાંભળીને અમારી વેદના આપઆપ હળવી બની ગઈ છે. હે નિષધપતિ, તું ચંદ્ર સમાન સુખ આપનાર અને સર્વ માટે કલ્પવૃક્ષરૂપ છે એ જાણીને અમે અમારા જીવતર પર આવી તડેલી એક વિપત્તિની વાત કહેવા આવ્યા છીએ.” નળે દુઃખદ સ્વરે કહ્યું, “આપના જીવતર પર વિપત્તિ ?" બીજા મુનિએ કહ્યું, “હા રાજન, કચકણ નામનો એક દુષ્ટ પ્રકૃતિને અસુર અમારા વન પ્રદેશમાં આવ્યો હતો. તેણે અમારા પર ભારે જુલ્મો વરસાવવા શરૂ કર્યો.એને માયામંત્રોની જાળ વચ્ચે અમારા પરિવાર ફસાઈ ગયા છે...એ દુષ્ટાત્માને અમે કઈ પણ ઉપાયે સમજાવી શક્યા નથી... છેલ્લે તેણે અમને એક મહિનાની મુદતમાં શરણાગતિ સ્વીકારવાની મહેતલ આપી છે. જે અમે એ દષ્ટને આરાધ્ય રૂપે ન સ્વીકારીએ તે તે સઘળા તાપસ પરિવારોને ખતમ કરશે. અમે સહુ શ્રી. જિનેશ્વર ભગવંતના આરાધક છીએ, સત્યને ત્યાગ કરવાની અમારી કેઈની ઈચ્છા નથી. જે કચકણ નહિ સમજે તે અમે ધર્મને જતો ન કરતાં જીવતરને જતું કરવામાં કર્તવ્ય માનીએ છીએ...”