________________ રાજાનું કર્તવ્ય ચોકમાં આવ્યું. તેઓની કાયા ભસ્મ વડે ચોળાયેલી હતી..જાણે. ભભૂતિનું વસ્ત્ર ધારણ ન કર્યું હોય! તેઓની પીળી અને ઊંચી જટા મુગટ સમાન શોભતી હતી. રાજના તમામ કર્મચારીઓને મહારાજાનળની એક આજ્ઞા હતી કે કેઈપણ તાપસ, મુનિ, સાધુ, સંત કે ત્યાગી રાજભવનમાં આવે ત્યારે તેમને બહુમાનપૂર્વક સત્કાર કરે અને ગમે તેવા કાર્યમાં હું હેલું તે પણ તેઓને મારી પાસે લઈ આવવા.” દ્વારરક્ષકે એ વૃદ્ધ તાપસને નમન કર્યા અને બહુમાનપૂર્વક આદર : સહિત સત્કાર્યા. થોડી જ પળોમાં મહાપ્રતિહાર આવી પહોંચ્યો અને બધા તાપને નમન કરીને બેઠકગૃહ તરફ લઈ ગયો. બેઠક ખંડ ઘણું વિશાળ હતા. પાંચ માણસો આરામથી, બેસી શકે એવી વ્યવસ્થા આ ખંડમાં રાખવામાં આવી હતી. તાપસ પ્રતિનિધિઓ નળ રાજાનું રાજભવન જઈને ખૂબ જ પ્રસન્ન બની ગયા હતા. ઈન્દ્રનું ભવન પણ આટલું સુંદર, સમૃદ્ધ અને શ્રેષ્ઠ હશે કે કેમ એ પ્રશ્ન આપોઆપ જેનારના મનમાં ઊભે થતો. મહાપ્રતિહાર અગિયાર વૃદ્ધ તાપસને લઈને બેઠક ખંડમાં દાખલ થયો. વયોવૃદ્ધ અને તેજ મૂતસમા તાપસેને જોતાં જ મહારાજા નળ આસન પરથી ઊભો થઈ ગયો અને હાથ જોડીને ભાવપૂર્વક નમન કરવા માંડશે. તાપસએ મહારાજા નળના મસ્તક પર પુષ્પને અભિષેક કરીને આશીર્વાદ આપ્યા. મહામંત્રી શ્રુતશીલે ઘણું જ આદર સહિત બધા તાપસોને ઉત્તમ આસન પર બિરાજમાન કર્યા. તાપસે આસન પર બેઠા એટલે નળ પણ પિતાના આસન પર બેઠો અને વિનમ્ર ભાવે બેલ્યો : “આપ સમા તપસ્વી અને જ્ઞાની પુરુષનાં દર્શનથી હું ધન્ય બન્યા. તપ, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરનારા મહાપુરુષો, આપ સહુ આપના શિષ્ય પરિવાર સહિત કુશળ