________________ નિષધપતિ. ચેડા જ સાથીઓને સાથે લઈ તાપસ મુનિઓ સાથે વનપ્રદેશ તરફ વિદાય થયા. ઉત્તમ અશ્વો સાથે હોવા છતાં તાપસ મુનિઓ પગપાળા જ ચાલતા હતા. આથી રાજા પણ તેઓની સાથે પગપાળે ચાલવા માંડયો. મુનિઓએ અશ્વારોહી થવા માટે ઘણે આગ્રહ ર્યો પરંતુ રાજાએ વિનમ્ર ભાવે કહ્યું, “મહાત્મા, ભોગપભોગ વચ્ચે તો ડૂબેલે. જ છું...વાહન વગર ધરતી પર પગ મૂકવાની તક મળતી જ નથી... આજ મારા પુણ્યોદયે મને આ અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે તે મને એ લાભ લેવા દે....' મુનિઓ રાજાની ભક્તિ પર મુગ્ધ બની ગયા. નિષધને સ્વામી જ્યારે પગ પાળો ચાલે ત્યારે તેના માણસે. વાહન પર કેમ બેસી શકે? સહુએ પ્રસન્ન હૃદયે પગપાળા વિહાર શરૂ કર્યો. પ્રકરણ 11 મું : : ક્રોંચકર્ણને વધ આમ , ગંગાતટે આવેલા વનપ્રદેશના આશ્રમમાં પહોંચતાં આઠ દિવસ થઈ જાય...પરંતુ માર્ગમાં આવતાં ગામેની જનતા પિતાની પ્રિય રાજવીનું સ્વાગત કર્યા વગર કેમ જવા દે? પ્રવાસ પગપાળો હતો. તાપસ મુનિઓએ મહારાજા નળને વાહનમાં બેસવાને ખૂબ જ આગ્રહ કર્યો હતો. પરંતુ વિનય અને ભકિતની મર્યાદા સાચવવા ખાતર નળ રાજાએ પગપાળા જ ચાલવાનું પસંદ કર્યું. અને તેઓ આશ્રમના વનપ્રદેશ પાસે પહોંચ્યા ત્યારે આઠને બદલે ચૌદ દિવસ વીતી ગયા. આ તરફ એક મહિનાની મુદત આપીને બહાર નીકળી ગયેલા