________________ નિષધપતિ બે જ હેય છે. આ બે ઉપાડવા કરતાં હસતાં હસતાં તને ભેટવું સારું. આમ સમજનારા રાક્ષસની કાળવાણુ સામે મૌન ઊભા રહ્યા. બધાને મૌન જોઈને રાક્ષસ બે; "11 તાપસ અને નળનું. સ્વાગત કરવા હું આ વનમાં જ ઘૂમી રહ્યો છું. તમારે જીવન કે મૃત્યુ બેમાંથી એકને પસંદ કરવાનું છે.” તાપસ પરિવાર મનમાં શ્રી. જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરી રહ્યા...કશું બોલ્યા નહિ. રાક્ષસ કૌંચકર્ણ હુંકાર કરતે કરતે અને વનપ્રદેશને ખૂદતો ખૂદતે ચાલ્યો ગયો. 11 તાપસ અને નવજવાન રાજા નળ પોતાના કેટલાક સુભટો સાથે વન પ્રદેશના કિનારે આવી પહોંચ્યા, ત્યારે એક વૃધ્ધ તાપસે કહ્યું, “રાજન, આ વન પ્રદેશમાં જ અમારા નાના નાના આશ્રમે પથરાયેલા છે. ક્રૌંચકણે આપેલી મુદત આવતી કાલે સવારે પૂરી થશે એટલે તે આવી પહોંચશે.' - નળ રાજાએ કહ્યું, “આપ સહુ નિર્ભય રહે. હું જયાં સુધી જીવતો છું ત્યાં સુધી એ નરાધમ આપનું કંઈ અહિત કરી શકશે નહિ.” સહ વન પ્રદેશમાં દાખલ થાય તે પહેલાં જ એક ભયંકર અટ્ટહાસ્ય વડે આખું વાતાવરણ ખળભળી ઊઠયું. નવજવાન નળ સમજી ગયો કે કૌંચકર્ણ આવી પહોંચ્યો લાગે છે. તેણે પોતાના સાથીઓને સાવધ રહેવાનું જણાવ્યું અને પોતાના અશ્વ પર રાખેલાં શસ્ત્રો પળનાયે વિલંબ વગર ધારણ કરી લીધાં. ત્યાં તે બીજી વાર અટ્ટહાસ્ય ગુંજી ઊઠ્યું. જે દિશાએથી અટ્ટહાસ્ય આવી રહ્યું હતું, તે દિશા તરફ સહુ જોઈ રહ્યા. અને કોંકણ સહુની સામે દેખાયો. તેના વાળ વિખરાયેલા હતા ને ગૂંચળાં વળી ગયાં હતાં. માથાના વાળ સ્વચ્છ રાખવાની કાળજી કઈ દિવસ