________________ રાજાનું કર્તવ્ય. આશ્રમવાસીઓનાં પ્રાંગણમાં તેણે અદ્રશ્ય રૂપે સુવર્ણ અને રત્નના અલંકારે મૂક્યા. પરંતુ આશ્રમવાસીઓએ એના પ્રત્યે નજર સરખીયે ન કરી. આમ, લેભ અને લાલચના સઘળા પ્રયોગો નિષ્ફળ જતાં તેણે ભય દેખાડવાની રમત આદરી...હિંસક પશુઓનું રૂપ ધારણ કરીને તાપસ પરિવારોને ગભરાવવા માંડયા પરંતુ તપાસ પરિવારે પોતાના કઈ દુર્ભાગ્યનો ઉદય ભાનને શ્રી. જિનેશ્વર ભગવંતની આરાધનામાં વધારે સ્થિર બન્યા. આ જોઈને કૌંચકણું વધારે કે ધાયમાન થયો. જ્યાં આસુરી બળ છે ત્યાં દેધ હોય જ છે. તે પ્રગટ થયો અને ભારે ઉ પાત મચાવવા માંડયો. કેટલાક તાપસ મંત્ર વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓએ રાક્ષસના ઉત્પાતને મંત્રબળ વડે થંભાવવા પ્રયત્ન કર્યો પરંતુ કૌંચકર્ણની આસુરી મંત્રશક્તિ પ્રબળ હતી. તાપસ મુનિઓની શક્તિ સાત્ત્વિક હતી. તેઓ થાકી ગયા. પરંતુ શ્રદ્ધા અને આદર્શથી. રજમાત્ર ચલિત ન થયા. - કોંકણે બધા તાપસને એક મહિનાની મુદત આપી અને કહ્યું જો તમે મારું દાસત્વ સ્વીકારશે અને મને તમારા આરાય માનશો. તે હું આ આશ્રમભૂમિને સ્વર્ગભૂમિ બનાવી દઈશ...તમારી સમક્ષ અઢળક સંપત્તિ બિછાવીશ....અને જે મારી આ વાત નહિ સ્વીકારો. તે તમારા સઘળા પરિવારોને મારા રેષાગ્નિ વડે ખાખ કરી નાખીશ. હું તમને એક માસની મુદત આપું છું...ત્યાં સુધીમાં તમારે મોત અથવા જિંદગી બેમાંથી એક પર પસંદગી ઉતારવાની છે.' કૌચકની આ ચેતવણું સાંભળીને તાપસ પરિવારે કંપી ઊયા. બધાએ એકત્ર થઈને નિર્ણય કર્યો, “આપણે એક પ્રતિનિધિ મ ડળ લઈને નિષધપતિ મહારાજા નળ પાસે જવું અને કોંચકર્ણના ઉપદ્રવની વાત કરી એમની સહાય મેળવવી મહારાજ નળ નવજવાન.